Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પોરબંદરમાં હોટલમાં કામ કરતા બાળકને બાળ શ્રમયોગી નાબૂદી ટાસ્‍ક ફોર્સે મુકત કરાવ્‍યો

પોરબંદર,તા. ૧ : બાળ શ્રમયોગી નાબૂદી ટાસ્‍ક ફોર્સ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ રેઇડ કરવામાં આવી હતી. જેમાં ભાવેશ્વર મંદિરની બાજુમાં આવેલ ખોડીયાર હોટેલમાં કામ કરતા એક બાળકને મુકત કરવામાં આવ્‍યો હતો. અન્‍ય તરૂણ જોવા મળતા લારી ધારક પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોરબંદર જિલ્લાની હોટેલો, દુકાનો, રેસ્‍ટોરન્‍ટો અને ઉદ્યોગોમાં બાળકોને કામ પરના રાખવા માટે અપીલ પણ શ્રમ આયુકત કચેરી દ્વારા કરવામાં આવી હતી. આ તકે મદદનીશ શ્રમ આયુકત બી.એમ.પટેલ, સરકારી શ્રમ અધિકારી એમ.એમ.ચુડાસમા, શોપ ઇન્‍સ્‍પેકટર પી.ડી.શીયાળ, વાયઅ.એન.નરેરા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર  એન.ડી.વાંજા સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહી બાળ શ્રમયોગી નાબુદી ટાસ્‍ક ફોર્સ દ્વારા રેઇડ પાડવાની સાથે હોટલો, દુકાનો, રેસ્‍ટોરન્‍ટ, ઉદ્યોગોમાં બાળ શ્રમ નાબુદી માટે ઝુંબેશ હાથ ધરી હતી.

 

(10:40 am IST)