Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબીઃ ચેક રિટર્નના કેસમાં આરોપીને ૧૦ માસની સજા અને ડબલ રકમનો દંડ

મોરબી,તા. ૧ : મોરબીમાંથી ટાઈલ્‍સનો માલ લઇ જઈને ચેક આપી માલના રૂપિયા ના આપનાર ઈસમને મોરબી કોર્ટે ૧૦ માસની સજા અને ડબલ રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો છે
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના મુંબઈ નીયા એન્‍ટરપ્રાઈઝ પ્રોપ્રાઈટર કૈલાશ પુરૂષોતમદાસ ઠક્કરએ વર્ષ ૨૦૧૯ માં એકોર્ડ વિટ્રીફાઈડ પ્રા. લી. મોરબી હળવદ રોડ નીચી માંડલ વાળા પાસેથી ટાઈલ્‍સનો માલ ઉધારમાં ખરીદ કરેલ અને જે માલની બાકી રકમનો આરોપીએ ફરિયાદી પેઢી એકોર્ડ વિટ્રીફાઈડ પ્રા. લી ને રૂ ૫,૫૦,૧૯૧ નો ચેક આપ્‍યો હતો જે ચેક વણ ચુકવ્‍યે પરત થતા એકોર્ડ વિટ્રીફાઈડના ડાયરેક્‍ટર ચતુરભાઈ માવજીભાઈ સરડવા દ્વારા ધ નેગોશીએબલ ઇન્‍ષાુંમેન્‍ટ એક્‍ટની કલમ ૧૩૮ અન્‍વયે ફરિયાદ કરી હતી
મોરબીના એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં વર્ષ ૨૦૨૧ માં ફરિયાદ દાખલ કરી હતી જે કેસ ચાલી જતા મોરબીના એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ વી કે સોલંકી દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ માસની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમ ચુકવવા તેમજ રકમ ચુકવવામાં કસુર થયે બીજા બે માસની કેદની સજાનો ચુકાદો આપ્‍યો છે જે કેસમાં ફરિયાદી પક્ષે વકીલ સી ડી પડસુંબીયા રોકાયેલ હતા.

 

(10:44 am IST)