Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પોરબંદરમાં હોકી ટુર્નામેન્‍ટ તથા ફુટબોલ કપ ટુર્નામેન્‍ટ

પોરબંદર તા.૧ જિલ્લાકક્ષા જવાહર નવોદય હોકી ટુર્નામેન્‍ટ ૨૦૨૨નું આયોજન આજરોજ તથા જિલ્‍લાકક્ષાના સુબ્રતો ફુટબોલ કપ ટુર્નામેનટ ૨૦૨૨નું આયોજન કાલે તા.૦૨ના રોજ બિરલા હા.સે.શાળા ખાતે જિલ્‍લા રમત વિકાસ અધિકારીની કચેરી અને જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર દ્વારા કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્‍છુક જિલ્‍લાની શાળાઓએ નિયત કરેલ નમૂના મુજબ એન્‍ટ્રી ફોર્મ રજૂ કરી ટુર્નામેન્‍ટની તારીખ સુધીમાં રજૂ કરવાનું રહેશે. વધુ વિગત માટે ૮૧૪૧૪ ૧૪૬૭૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

(10:46 am IST)