Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

થાનમાં બિમારીથી કંટાળી રામભાઇ સોલંકી સળગ્‍યા

રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: થાન પાસેના તરણેતરમાં રહેતાં રામભાઇ મુળુભાઇ સોલંકી (ઉ.૮૦) નામના વૃધ્‍ધે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. રામભાઇને સંતાનમાં ચાર દિકરી અને ત્રણ દિકરા છે. પોતે કેટલાક સમયથી બિમાર હોઇ તેના કરાણે કંટાળી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(11:33 am IST)