Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બોટાદ લઠ્ઠાકાંડમાં મળત્‍યુ પામેલ પરિવારજનોને સહાય અને નોકરી આપવા જૂનાગઢ કોંગ્રસની માંગ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧ : રાજ્‍યમાં દારૂબંધી હોવા છતા, ગામે-ગામ અને શેરીએ શેરીએ દેશી અને અંગેજી દારૂ મળી રહયો છે. ગુજરાતમાં દારૂબંધી ફકત કાગળ પર જ રહી હોય તેવું લાગી રહયું છે. વર્તમાનપત્રો અને સોશ્‍યલ મીડીયામાં અવાર નવાર બુટલેગરો અને પોલીસના સેટીંગના ઓડીયો વાયરલ થતા રહે છે. રાજ્‍યના ગૃહમંત્રી તરીકે પોલીસની બુટલેગરોને છાવરવા અને દેશી દારૂ વેંચવામાં આડકતરી રીતે મદદ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાની જવાબદારીમાં રાજ્‍યના ગળહમંત્રી નિષ્‍ફળ રહયા છે સ્‍વમાનભેર તેના પદ પરથી રાજીનામુ આપી દે તથા  દરેક મળતક પરિવારને રૂ. ૧૦-૧૦ લાખની સહાય તાત્‍કાલીક ચુકવવામાં આવે ઉપરાંત મળત્‍યુ પામનારના પરિવારમાંથી કોઇ એક વ્‍યકિતને સરકારી નોકરી આપવામાં આવે, જીવન અને મળત્‍યુ વચ્‍ચે ઝઝુમી રહયા છે તેવા તમામ દર્દીઓને બે-બે લાખની મેડીકલ સહાય આપવામાં આવે અને જવાબદાર તમામ અધિકારીઓને તાત્‍કાલીક અસરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર કોંગ્રસ દ્વારા મુખ્‍યમંત્રીને પાઠવવામાં આવ્‍યું હતું.

(12:09 pm IST)