Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ઉના પાસે દારૂની ૪૩ બોટલો સાથે ખાણ ગામના ૩ યુવાનો ઝડપાયો

ઉના તા.૧ : પોલીસે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની ૪૩ બોટલો લઇ આવતા ૩ યુવાનોને મોટર સાયકલ અને દારૂ સહિત ૪૧૯પં૦ના મુદામાલ સાથે પકડી પાડયો છે.

પોલીસ કર્મચારી ધર્મેન્‍દ્રસિંહ ગોહિલ તથા સ્‍ટાફ દ્વારા દેલવાડા રોડ ઉપર વાહન  ચેકિંગ દરમિયાન ત્‍યારે એક મોટર સાયકલ નંબર જીજે-૧-૮૭૦૮ ત્રિપલ સવારીવાળા ને રોકી આરોપી સંજય ભાણા પરમાર, વિજય દેગણ પરમાર, ધર્મેશભાઇ નાથાભાઇ મજીઠીયા રે.ખાણ તા. ઉના વાળાનાં થેલા તપાસતાં પરપ્રાંતની જુદી જુદી બ્રાન્‍ડની બોટલ ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪૩ રૂા.૧૧૯પ૦ તથા ૩૦ હજારની મોટર સાયકલ મળી કુલ રૂા.૪૧૯પ૦ મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:54 am IST)