Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

તળાજાના ઠળીયા ગામના યુવાનનું અપહરણ કરનારા બે ઝડપાયા

ભાવનગર, તા.૧: ઠળીયા ગામનાં યુવાનનું અપહરણ થયેલ હોવા અંગેની મળેલ માહિતીને આધારે અપહરણકર્તાઓનાં કબ્‍જામાંથી ભોગ બનનારને છોડાવી અપહરણકર્તાઓને ઝડપી લીધા છે.

લોકલ ક્રાઇમ બ્રાન્‍ચનાં પોલીસ અધિકારી/સ્‍ટાફ દ્રારા ઉપરોકત બનાવ અંગે તા.૨૭/૦૭/૨૦૨૨નાં રોજ અપહરણ કર્તાઓની ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી કરદેજ ગામે બાપા સીતારામની ટ્રાન્‍સપોર્ટની ઓફીસેથી અપહ્યત રાહુલ મનોજભાઇ વાળા તથા તેની સાથે અપહરણ કરનાર અરવિંદભાઇ તથા જયેશભાઇને નિલમબાગ પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ.જે અપહરણ અંગે અપહ્યત રાહુલ મનોજભાઇ વાળાએ ફરિયાદ કરવાની ના પાડેલ.

બનાવની વિગત એવી છે કે રાહુલ મનોજભાઇ વાળા રહે.ઠળીયા તા.તળાજાવાળાએ તળાજા પોલીસ સ્‍ટેશન ખાતે આવીને ફરિયાદ કરેલ કે, તા.૨૭/૦૭/૨૦૨૨નાં ઠળીયા ગામનાં યુવાન રાહુલભાઇ મનોજભાઇ વાળાને અરવિંદભાઇની પત્‍નિ સાથે પ્રેમ સંબંધ હોવાની દાઝ રાખી જયેશભાઇએ ફોન કરી સમાધાન કરવા માટે ભાવનગર બોલાવી જયેશભાઇ અને તેની સાથેનાં અજાણ્‍યા માણસે રાહુલભાઇને મોટર સાયકલ ઉપર લઇ જઇ કુંભારવાડામાં એક રૂમમાં રાખી અરવિંદભાઇ અને તેનાં મિત્ર જયેશભાઇ તથા બીજા અજાણ્‍યા ચાર માણસોએ ગાળો આપી ઢીકા પાટુનો માર તથા પ્‍લાસ્‍ટીકની પાઇપ અને રબરની નોઝરથી વારાફરતી માર મારેલ. ત્‍યાર પછી રાહુલભાઇનેᅠ કરદેજ બાપા સીતારામની ટ્રકની ઓફીસે લઇ ગયેલ હોય. જે અંગે આ બનાવની પોલીસને જાણ થતાં છોડાવેલ હોવા અંગેની અરવિદભાઇ દામજીભાઇ રાઠોડ રહે.ઢસા તા.ગઢડા, પરશોત્તમભાઇ હેમુભાઇ મકવાણા રહે.અક્ષર પાર્ક,કુંભારવાડા,ભાવનગર તથા જયેશભાઇ રહે.અક્ષર પાર્ક, કુંભારવાડા, ભાવનગર તથા અજાણ્‍યા ત્રણ માણસો વિરૂધ્‍ધ તળાજા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાવનગર એલસીબી પોલીસે અરવિદભાઇ દામજીભાઇ રાઠોડ રહે.ઢસા તા.ગઢડા જી.બોટાદ તથા પરશોત્તમભાઇ હેમુભાઇ મકવાણા રહે.અક્ષર પાર્ક,કુંભારવાડા,ભાવનગર નામના બે આરોપીને ઝડપી લીધા છે.

આ કામગીરીમાં એલ.સી.બીᅠ પોલીસ ઇન્‍સ. એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્‍સ. પી.આર.સરવૈયા, એલ.સી.બી. સ્‍ટાફનાં વનરાજભાઇ ખુમાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા તથા સ્‍ટાફ જોડાયો હતો.

(11:55 am IST)