Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શ્રાવણ માસના પ્રથમ દિવસે માળિયા હાટીનાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા

 માળિયા હાટીના : આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ માળિયા હાટીનાના શિવાલયો દર્શનાર્થીઓથી ઉભરાઈ ગયા છે. માળેશ્‍વર મહાદેવ, રામેશ્‍વર મહાદેવ,  રુદ્રેશ્‍વર મહાદેવ અને સ્‍વયંભૂ પ્રગટેલ મેઘલ નદીની વચોવચ પાણીમાં આવેલ સીધેશ્‍વર મહાદેવ તેમજ કિસાનપરામાં આવેલ શંકર દાદાના મંદિરો  શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ હર હર મહાદેવ, બમ બમ બોલ,ે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઊઠયા હતા. મોટી સંખ્‍યામાં લોકો દર્શન કરવા અને પૂજા અર્ચન કરવા આવી રહ્યા છે.(તસ્‍વીર-અહેવાલ : મહેશ કાનાબાર માળિયા હાટીના)

(11:56 am IST)