Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જુનાગઢ નજીક વડાલની હોટલ ક્રિષ્‍નાની મુલાકાત લેતા પૂર્વ કેન્‍દ્રીયમંત્રી અને રાજકોટના મેયર ડવ

જુનાગઢ : જુનાગઢ નજીક આવેલ વડાલ હાઇવે પર આવેલ હોટલ ક્રિષ્‍નાની તાજેતરમાં પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરજી અને રાજકોટના મેયર પ્રદિપભાઇ ડવએ મુલાકાત  લીધી હતી. દરમિયાન હોટલના સંચાલક આહિર સમાજ અગ્રણી અને જુનાગઢ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને કેશોદ તાલુકાના પ્રભારી નારણભાઇ ભેટારીયા તથા નગાભાઇ કાંબલીયાએ તેઓને આવકાર્યા હતા અને તેમણે અહીં ટુકુ રોકાણ કરી  ચા પાણી પી અને અલ્‍પાહાર પણ લીધો હતે હોટલની વ્‍યવસ્‍થા અંગે રાજીપો વ્‍યકત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વોઘલા)

(12:10 pm IST)