Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દ્વારકા જિલ્લામાં જાહેરનામાનો ઉલાળીયો કરી માછીમારી કરતા વધુ ૧૪ સામે કાર્યવાહી

ખંભાળીયા,તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ત્રપ્તુમાં દરિયો તોફાની તથા જીવલેણ બનવાની સંભાવના હોવાથી સક્ષમ અધિકારી દ્વારા દરિયામાં માછીમારી કરવા જવા સામે પ્રતિબંધ ફરમાવતો હુકમ કસ્‍વામાં આવ્‍યો છે. આ જાહેરનામાં છતાં પણ કોઈપણ પ્રકારની પરવાનગી વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા કુલ ૧૪ શખ્‍સો સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.
તે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા ગામના અભરામ ઈસમાઈલ સંઘાર, ઈકબાલ દાઉદ સુંભણીયા અને જુનસ અલારખા ગંઢાર નામના ત્રણ શખ્‍સો સામે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ તથા ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવ્‍યો છે.
આ ઉપરાંત દ્વારકાના જોડિયા પીરની દરગાહ પાસેના દરિયામાં માછીમારી કરવા સબબ કાસમ ઉમર ધોકી, ઉમર ઓસમાણ લુચાણી, સલીમ અલી ભેંસલીયા, સુલેમાન અબ્‍દુલ ભેંસલીયા અને દાઉદ જુમા ખરાઈ નામના શખ્‍સો સામે જયારે ઓખામાં વરજાંગ નાથા બામણીયા, કાના કાળા સેવરા, અને યોગેશ જગુ ચુડાસમા નામના શખ્‍સો સામે પોલીસે જાહેરમાં ભંગની કલમ મુજબ ગુનો નોંધી અટકાયત કરી હતી.
આ ઉપરાંત ઓખામાં કોડીનાર તાલુકાના કપિલ ચુડાસમા, પ્રવીણ ગોવિંદ રાઠોડ અને ચુનીભાઈ રામજી રાઠોડ સામે પણ કલમ ૧૮૮ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્‍યો છે. પરંતુ ઉપરોક્‍ત ત્રણ શખ્‍સો ફરાર જાહેર થયા છે.
ખંભાળિયાની યુવતીને ત્રાસ
ખંભાળિયામાં હાલ કુંભારપાડા વિસ્‍તારમાં રહેતી અને આમદ અલારખા ઓબેની ૨૭ વર્ષની પરિણીત પુત્રી યાસ્‍મીનબેન આમીન લોટાને તેણીના લગ્નજીવન દરમિયાન રાજકોટના જૂની ઘાંચીવાડ વિસ્‍તારમાં રહેતા પતિ આમીન સબીર લોટા (ઉ.વ.૩૭), સાસુ નફીસાબેન સબીરભાઈ લોટા અને જેઠાણી રોશનબેન જાકીર લોટા નામના ત્રણ સાસરીયાઓ દ્વારા નાની-નાની વાતો ઝઘડો કરી, શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતા આ સંદર્ભે અહીંના મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે.
પીધેલો બાઈક ચાલક ઝડપાયો
કંચનપુરના પાટિયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટરસાયકલ પર નીકળેલા જામનગર વુલન મિલ વિસ્‍તારમાં રહેતમ નારુ દલુ ધારાણી નામના ૪૦ વર્ષના ગઢવી શખ્‍સને પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્‍ટની કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં છરી સાથે યુવાન ઝડપાયો
દ્વારકા તાલુકાના ટોબર ગામે રહેતા બબુ લાખાભા માણેક નામના ૨૩ વર્ષના યુવાનને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રખડતા ભટકતા સામે કાર્યવાહી
કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા નિલેશ કિશોર ગામી નામના ૨૮ વર્ષના શખ્‍સને તેમજ મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ગામની સોની બજારમાંથી પોલીસે મોહન ઉફે કાલી કિશન મરાઠા નામના ૪૦ વર્ષના શખ્‍સને રાત્રિના સમયમાં શંકાસ્‍પદ હાલતમાં ઝડપી લઇ, આ બંને શખ્‍સો સામે કલમ ૧૨૨ (સી) મુજબ કાર્યવાહી કરી હતી.

 

(11:57 am IST)