Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વાંકાનેરમાં નવરંગ નેચર કલબ -રાજકોટ દ્વારા ઓર્ગેનિક દાડમ તથા કેશર કલમી આંબાનું રાહત દરે વિતરણ તથા રાજ પરિવાર તરફથી રોપા વિતરણ

વાંકાનેર,તા. ૧ : ગાયત્રી શકિત પીઠ મહાકાળીમાંની તળેટી ખાતે આજરોજ તા. ૧ને સોમવારે સદગત મહારાણા રાજવી ડો.દિગ્‍વિજયસિંહજી ઝાલા (પ્રથમ કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં મહારાણા શ્રી કેશરીદેવસિંહજી દિગ્‍વિજયસિંહ ઝાલા પરિવાર તરફથી ગુલમહોર, કરંજ, પારસ પીપળો, રાવણા, બીલ્લી, શિવજટા, લીમડો વગેરે રોપાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત નવરંગ નેચર કલબ દ્વારા આર્યુર્વેદિક રોપા તથા ફુલછોડના રોપા તથા અળસિયાના તથા કોકપીટનું ખાતર તથા ચોખ્‍ખુ દેશી મધનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન અત્રેની પ્રખ્‍યાત શ્રી ગાયત્રી શકિતપીઠ ખાતે બપોરે ૩ થી ૭ વાગ્‍યા સુધી આજે સોમવારના રોજ વિતરણ કરવામાં આવશે.
ઉપરોકત કાર્યક્રમમાં નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.ઝાલા તથા ગાયત્રી પરિવારના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ તેમજ પર્યાવરણ પ્રેમી ભૂપતભાઇ છૈયા, ધવલભાઇ કરથીયા, વિપુલભાઇ કાપડીયા તથા ધ્રુવગીરીભાઇ ગોસ્‍વામી ઉપસ્‍થિત રહેશે.

 

(12:01 pm IST)