Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જસદણના નાની લાખાવડમાં જમીનમાં કબ્જો કરનાર ૩ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ

રાજકોટ તા. ૧ : જસદણના નાની લાખાવડ ગામે ખેતીની જમીનમાં ગેરકાયદે કબ્જો કરનાર ત્રણ શખ્સો સામે નવા લેન્ડગ્રેબીંગના કાયદાતળે ફરીયાદ થઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના નાની લાખાવડ ગામે રહેતા કુરજીભાઇ ભગવાનભાઇ રોજાસરાએ તે જ ગામના નારણ ભનુભાઇ રોજાસરા, ધીરૃ ભનુભાઇ રોજાસરા તથા વસંત ભનુભાઇ રોજાસરા સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છેફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની સર્વે નં.૪પ૭ પૈકી રની ૦૦-૩૬-૩૦ હે.આરે.ચો.મી.(ર વિઘા ૪ ગુંઠા) ખેતીની જમીનમાં ઉકત ત્રણેય શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરતા ફરીયાદીએ આ અંગે લેન્ડગ્રેબીંગના નવા કાયદા તળે જીલ્લા કલેકટરને ફરીયાદ કરતા તપાસમાં સરકારી માપણીમાં ઉકત ત્રણેયએ ફરીયાદીની જમીનમાં ગેરકાયદે કબ્જો કર્યાનું ખુલ્યુ હતું તેમ છતા આરોપીઓએ કબ્જો નહિ છોડી ફરીયાદી તથા તના પુત્રોને જમીનમાં ન પ્રવેશવા દઇ ધમકી આપી જમીન પચાવી પાડી હતી.

આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ઉકત ત્રણેય સામે લેન્ડ ગ્રેબીંગ નવા કાયદા તળે ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ ગોંડલના ડી.વાય.એસ.પી.પી.એ.ઝાલા ચલાવી રહ્યા છ.ે

(1:25 pm IST)