Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વિસાવદર આર્યસમાજમાં વિવિધ સમાજપયોગી કાર્યક્રમો યોજાયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧: આર્યસમાજ ખાતે દર મહિનાના છેલ્લા શુક્રવારે નેત્રયજ્ઞ કેમ્‍પની યોજાઇ રહ્યો છે.છેલ્લા કેટલાય વર્ષોથી દર મહિનાના છેલ્લા શુક્રવારે પૂ.રણછોડદાસબાપુ આંખની હોસ્‍પિટલ-રાજકોટના સહકારથી આંખને લગતી સારવારનું નિર્દેશન તેમજ જો મોતીયાના ઓપરેશનની જરૂરિયાત પડે તેવા જરૂરતમંદોને કોઇપણ જાતના શુલ્‍ક વગર એક કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આંખના ૧૬૫ દર્દીની ઓપીડી થયેલ હતી. તેમજ ૬૨ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે આવવા જવાની સુવિધા તેમજ ભોજનની સુવિધા કાળા ચશ્‍મા, ટીપા વગેરે સામગ્રીᅠ નિશુઃલ્‍ક સેવા આપવામાં આવી હતી.આ પ્રસંગે રસિકભાઈ યોગી, ગજેરા, જેરામભાઈ સંઘાણી, હંસરાજભાઈ રામાણી,રજનીકભાઈ,રવિભાઈ વિઠલાણી દ્વારા દીપ જયોત વડે સેવાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો.વિસાવદર પંથકમાં પોતાની સેવા માટે ખૂબ જ લોકપ્રિય થયેલા અને હાલ મેંદરડાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર અધિક્ષક ડો. રાકેશકુમાર સિંહાના માતૃશ્રી, ડો. પૂજાબેન સિંહાના સાસુનુ અવસાન થતાં શ્રધ્‍ધાંજલી આપવામાં આવી.ડો.વિનોદ વાઘેલા (ધારી)ને આ નેત્રકેમ્‍પોમાં સેવાઓ બદલ આર્ય સમાજ વિસાવદર દ્વારા પુષ્‍પહાર સાલ તથા પુસ્‍તક ભેટ અર્પણ કરેલ, તેમજ કેશવ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીના ડિરેક્‍ટર-મેનેજરે હાજર રહી વર્તમાન સમયમાં લોકોને આર્થિક વ્‍યવહારમાં બેંક,સોસાયટી તરફથી મળતી નજીવા દરે લોન,નાના ઉદ્યોગ માટે સરળ અને ઓછા દર ની લોન,ગોલ્‍ડ લોન તેમજ ફિક્‍સ ડિપોઝિટ માટે સગવડતા તથા વર્તમાન સમયમાં બચતનું મહત્‍વ અને નાણાકીય સહકાર અંગે માહિતી આપેલ હતી. કેમ્‍પને સફળ બનાવવા વિસાવદર આર્ય સમાજ પ્રમુખશ્રી સુધીરભાઈ ચૌહાણ, જીતુપરી ગૌસ્‍વામી (જય ભોલેનાથ), પોપટભાઈ વૈષ્‍ણવ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(1:27 pm IST)