Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સાવરકુંડલામાં પ્રજાપતિ સમાજ દ્વારા આવેદનઃ આરોપીને ઝડપી લેવા માંગ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧ :.. સાવરકુંડલાનાં પ્રજાપતિ સમાજનાં ભરતભાઇ બાબુભાઇ મકવાણાની આગેવાનીમાં સમાજના લોકોએ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોકસોની ફરીયાદ મુદ્ે કાર્યવાહી કરવાનો આદેશ આપવા માંગણી કરી છે.

આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું છે કે સાવરકુંડલાની સગીરાને અમિત દિનેશભાઇ પરમાર મુળ ગોંડલ હાલ શાપર, રાજકોટનો શખ્સ લલચાવી, ફોસલાવીને ભગાડી ગયાની ફરીયાદ તા. રર-૭-ર૦રર ના રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ પોલીસએ પોકસોની કલમ અન્વયેની એફ. આર. આઇ. નોંધેલ હતી.

ભગાડી ગયા બાદ ૧ર દિવસ થયા હોવા છતાં પણ આરોપીને પોલીસ પકડી શકેલ ના હોય, નાયબ કલેકટરશ્રી, સાવરકુંડલાને પ્રજાપતિ કુંભાર જ્ઞાતિના બહેનો અને ભાઇઓએ આવેદનપત્ર રાજયપાલશ્રીને મોકલાવવા માટે આપેલ હતું.

(1:28 pm IST)