Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ધારૈઇ ગામે જુગાર રમતા ૧૦ ઝડપાયા

 વઢવાણ : ચોટીલાનાં છેવાડાના જસદણ બોર્ડર ઉપરનાં ધારૈઇ ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર નાની મોલડી પોલીસે દરોડો પાડ્‍યો હતો. સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ વડાની જુગાર દારૂનાં ગુના અટકાવવા આપેલ સૂચના મુજબ પીએસઆઇ વાય.એસ. યુડાસમા તથા સ્‍ટાફનાં જે.બી.વાળા, રાજેશભાઇ મેર સુરેશભાઇ, હીતેષભાઇ સહિતનાં આણંદપુર પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ધારૈઇ ગામે સુરેશભાઇ વાધાભાઇ બાવળીયા તેની વાડીનાં રૂમમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી જુગારધામ ચલાવે છે. આથી દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. ધારૈઇનાં સુરેશભાઇ વાધાભાઇ બાવળીયા, વીરમભાઇ પુંજાભાઇ જાડા, રવજીભાઇ વિઠલભાઇ ધરજીયા, ભલાભાઇ કાનાભાઇ નાંગાણી જસદણ તાલુકાના કડુકાના જાદવભાઇ મેઘાભાઇ માંડાણી, પારેવાળાનાં -વિણભાઇ હરજીભાઇ મેવાસીયા, બરવાળાનાં અશોકભાઇ રાઘુભાઇ સાકરીયા, વિછીંયાના ધીરૂભાઇ બચુભાઇ કાલીયા, હડમતિયાના જેઠાભાઇ રામશીભાઇ સાંબડ અને રઘુભાઇ શામળાભાઇ ખાંભલાને રૂ ૧,૫૫,૬૭૦ રોકડા, મોબાઇલ નંગ ૯ અને ૪ બાઇક સાથે કુલ રૂ.૨,૫૩,૬૭૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:30 pm IST)