Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગુજરાત સિપાહી સમાજ શિક્ષણ ઓર્ગેનાઇઝેશન સહિતની સંસ્થાઓ દ્વારા જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહન

સાવરકુંડલા : ગુજરાત સિપાહી સમાજ શિક્ષણ ઓર્ગેનાઈજેશન (GSSEO)અને અમદાવાદ સિપાહી સમાજ (ASS)દ્વારા નોટબુક(ચોપડા) વિતરણ નો કાર્યક્રમ થયો જેમાં ધોરણ ૧થી ૧૨ અને કોલેજ સુધીના ૧૪૦ વિદ્યાર્થીઓને ૧૦૦૦ ચોપડા વિતરણ કરવામાં આવ્યાં સાથે બે બોલપેન ૧ પેન્સિલ અને ૧ ફૂટપટ્ટી સુકો નાસ્તો તેમજ ઘર પર લઈ જવા સૂકો નાસ્તાનું પરંપરા યોગ સ્ટુડિયો એલિબ્રિજ અમદાવાદ ખાતે વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમ માં કોઈ પણ જાતનું પ્રવચન રાખવામાં નહોતું આવ્યું કે જેથી વિદ્યાર્થીઓનો સમય બગડે જે વિધાર્થી નહોતા આવ્યા તેમનાં ઘર પર ચોપડાં અને નાસ્તાની કીટ રવાના કરી દેવામાં આવેલ જેમાં ગુજરાત સિપાહી શિક્ષણ ઓર્ગેના ઈજેશના પ્રમુખ  ડો.મહેબૂબ ભાઈ કુરેશી (વર્લ્ડ રકૉર્ડ હોલ્ડર), ઉપ પ્રમુખ -  હમીદભાઇ સૈયદ, ઉપ પ્રમુખ -  ડો.મહેબૂબ એચ. કુરેશી, મહામંત્રી -  જાવેદભાઈ ધાસુરાં ,  લીગલ એડવાઇજર -  એમ.જી, શેખ (એડવોકેટ), સંગઠન મંત્રી -  ડો.અકીલ ભાઈ કુરેશી, પ્રવકતા સિકંદરભાઈ કુરેશી,  ઉસ્માનભાઈ કુરેશી  અસ્લમભાઈ કુરેશી, સેક્રેટરી - અમનભાઈ કુરેશી, સલાહકાર -  એહમદ ભાઈ કુરેશી (રીટાયર્ડ પી આઈ), આઈ ટી સેલ - મંહમદઅમીન ખોખર (ekhokhar.com), કા.સભ્ય આરિફભાઈ બેલીમ, યુસુફભાઈ જાદવ, ઇરફાંનભાઈ રાઠોડ, અજીતભાઈ જાદવ. એ હાજરી આપી .અને અકશા સદામભાઈ રાઠોડ જે ખૂબ નાની ઉંમરની દીકરી એ ખૂબ જ સરસ અંગ્રેજી રાઈટીંગ મા બુક લખી છે.અને તે દીકરીને જોઈ ગુજરાત સિપાહી શિક્ષણ ઓર્ગેનાઈજેશન ના પ્રમુખ  ડો.મેહબૂબ કુરેશી એ અને સમગ્ર ટીમ એ તે દીકરી નું ટ્રોફીઆપી સન્માન કર્યું હતું. સૌને  હઝરત સૈયદ દાદાબાપુ (સાવરકુંડલા) અને GSSEO અને ASS ના સલાહકાર  ઇમ્તિયાઝ શેખસાહેબ (SP.MTF-ATS),  ઉસ્માનભાઈ ગોરી,  ઈકબાલભાઈ ગોરી, સિરાજુદ્દીન ભાઇ સૈયદ એ અભિનંદન પાઠવ્યા હતા.

(1:32 pm IST)