Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વેરાવળ પાલિકાથી હીન્‍દુ યુવા સંગઠનની ધ્‍વજા આરોહણ શોભાયાત્રા

વેરાવળ, તા.૧: ગીર સોમનાથ હીન્‍દુ યુવા સંગઠન દ્વારા સોમનાથ મહાદેવને ઘ્‍વજા રોહણ કરવા માટે નગરપાલિકા હોલેથી ભવ્‍ય ધ્‍વજા રોહણની શોભાયાત્રા નિકળી હતી તેમાં હજારો માટરકાર મોટરસાઈકલો જોડાયેલ હતી આખા વિસ્‍તારના હીન્‍દુ યુવા કાર્યકરો ભારે ઉત્‍સાહપૂર્વક જય શ્રી રામ નારા સાથે સોમનાથ પહોંચેલ હતા.

ગીર સોમનાથ જીલ્લા હીન્‍દુ યુવા સંગઠન દ્વારા ભારતના પદાધિકારીઓ, કાર્યકરો દ્વારા સોમનાથ મહાદેવને ઘ્‍વજા આરોહણનો કાર્યકમ રાખેલ હતો બપોરે ૩ વાગ્‍યે નગરપાલિકા કોમ્‍યુનીટી હોલ પાસેથી ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી તે શ્રીપાન નગર,રેયોન રોડ, બસ સ્‍ટેન્‍ડ, ટાવર ચોક, કોળી વાડા, લાબેલા,બંદર, ભાલકા, ભીડીયા થઈને સોમનાથ પહોંચેલ હતી અનેક ડીજે સાથે નિકળેલ આ શોભયાત્રામા જીલ્લા તથા ભારતભરના હીન્‍દુ યુવાનો ઉમટી પડેલ હતા જય શ્રી રામ નારા સાથે આખુ વેરાવળ સોમનાથ ગુંજી ઉઠેલ હત આ શોભાયત્રામાં ભાજપના અગ્રણીઓ સાધુ સંતો પણ જોડાયેલ હતા શોભાયાત્રા ઠેર ઠેર ઠંડા પાણી, શરબત તેમજ ફુલહારથી સ્‍વાગત કરાયેલ હતુ. ૩ કીલો મીટર લાંબી શોભાયાત્રાને જોવા માટે ગામ આખુ ઉમટી પડેલ હતુ. ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ લાગતા હતા.

(1:38 pm IST)