Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામનગર પાલિકાની મેરોથોન મિટીંગ

જામનગર મહાનગરપાલિકાના કોન્‍ફરન્‍સ રૂમ ખાતે કળષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ અને પશુઓ ડોકટરની ટીમ સાથે લમ્‍પી વાયરસના વધી રહેલા રોગચાળાને લઈને મેરેથોન મીટીંગ યોજી છે. અગત્‍યની આ મિટિંગમાં મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત, ડેપ્‍યુટી મેયર તપન પરમાર, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, ડેપ્‍યુટી કમિશનર એ.કે. વસ્‍તાણી ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ મીટીંગ દરમિયાન લમ્‍પી વાયરસને લઈને રોગચાળા ને કાબુમાં લેવા પ્રેઝન્‍ટેશન સાથે વિચાર વિમર્શ પણ કરવામાં આવ્‍યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:39 pm IST)