Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામનગર જીલ્લાનાં રક્કા ગામે ‘પતિ, પત્‍નિ ઔર વો'ના કિસ્‍સામાં પત્‍નિ જીજ્ઞાસા રાંદલપરાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: લાલપુર તાલુકાના રકકા ગામે રહેતા રોહિતભાઈ રમેશભાઈ રાંદલપરા, ઉ.વ.ર૪ એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રપ-૭-ર૦રરના આ કામે મરણજનાર જીગ્નાસાબેન રોહિતભાઈ રમેશભાઈ રાંદલપરા, ઉ.વ.રર ના પતિ રોહિતભાઈને તેની સ્‍ત્ર્રી મીત્ર નઝમા સાથે અગાઉ મીત્ર સંબંધ હતો જેની જાણ તેની મરણજનાર જીગ્નાસાબેનને કરેલ હતી પરંતુ જાણ કર્યા બાદ પણ રોહિતભાઈએ પોતાની સ્‍ત્રી મીત્ર નઝમા સાથે સબંધ કાપી નાખેલ ની વાત કરેલ હતી પરંતુ આજરોજ સવારના જાહેરકરનાર રોહિતભાઈના ફોનમાં નઝમાનો ફોન આવેલ જે મરણજનાર જીગ્નાસાબેનએ ઉપાડી લીધેલ હોય જેના કારણે બંન્‍ને વચ્‍ચે ઝઘડો થયેલ જે ઝઘડના કારણે મરણજનાર જીગ્નાસાબેનને લાગી આવતા પોતાના હાથે ઘરમાં રહેલ બાથરૂમ સાફ કરવાનું એસીડ પી લેતા સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્‍યાન આજરોજ સવારના આઠેક વાગ્‍યે મરણ થયેલ છે.

દિકરીને હેરાન કરતા સમજાવવા જતા બઘડાટી

અહીં નાગનાથ ગેઈટ, જુનો કુંભારવાડોમાં રહેતા શહેનાઝબેન નાશીરભાઈ કાસમભાઈ પઠાણ, ઉ.વ.૪૦ એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૭-ર૦રરના આરોપી આદિલ અસગરભાઈ પટણી એ ફરીયાદી શહેનાઝબેનની દિકરી સફિનાને હેરાન કરતો હોય જેથી ફરીયાદી શહેનાઝનબેન સમજાવવા જતા આરોપી આદિલ એ લાકડાના ધોકા નો એક ઘા સફિનાને તથા તેના પતિ નાશીરભાઈને માથામા મારેલ તથા આરોપી રેશમાબેન અસગરભાઈ પટણી, નિલોફરબેન અસગરભાઈ પટણી એ ફરીયાદી શહેનાઝબેનને મુંઢ ઈજા કરી ભુંડી ગાળો બોલી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મોટા વડાળા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિન્‍દ્રસિંહ રાજનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૭-ર૦રરના મોટા વડાળા ગામે મફતીયા પરામાં આવેલ નદીના વોકરા પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં આરોપીઓ અશોકભાઈ વસંતદાસ ગોંડલીયા, દિપકભાઈ ઉર્ફે કે.કે. પ્રભુદાસ ગોંડલીયા, મુખ્‍તારભાઈ અલારખાભાઈ મોગલ, સબીરભાઈ ઈરફાનભાઈ મોગલ, ફિરોજભાઈ મેસનભાઈ આરબ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામન જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧૩૬૦ તથા બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૧૦૦૦/- મળી કુલ રૂ.રર૩૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. એચ.એમ.ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૭-ર૦રરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટી શેરી નં.૪ માં આવેલ વિપુલભાઈ દેવાણીનું મકાન આરોપી વિશાલ ઉર્ફે ટોપી કાનજીભાઈ રાઠોડ એ પોતાના રહેણાક મકાનમાં બહાર અન્‍ય આરોપીઓ હરીશ જેન્‍તીભાઈ ઝાલા, મનીષ સુરેશભાઈ મકવાણા, કમલેશ જગદીશભાઈ જુગીવાળા, નીતીન દેવજીભાઈ ડગરા, વિજય વાલજીભાઈ પરમાર, પ્રતાપભાઈ ભરતભાઈ પરમાર, હસન હાજીભાઈ આંબલીયા ને બોલાવી ઘોડીપાસા ફેકી પાસાનો દાવ લગાડી પૈસાની હારજીત કરી નલા ઉઘરાવી રેઈડ દરમ્‍યાન  રૂ.૩૯,૭૦૦/- તથા મોબાઈલ નંગ-૮, કિંમત રૂ.ર૯૦૦૦/- તથા બે મોટરસાયકલ કિંમત રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,ર૮,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વરણા ગામે જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૮-ર૦રરના નવાગામ ઘેડ, વિમલ પાર્ક સોસાયટી, સાઈરામ પાન સામેની ગલીમાં આરોપી ભરત શૈલેષભાઈ બારીયા, દિપક બાબુભાઈ પરમાર, દિપક લક્ષ્મણભાઈ બેરડીયા, રવી રામજીભાઈ સોલંકી, દેવશીભાઈ ગોપાલભાઈ બારીયા, ધર્મેશ શૈલેશભાઈ બારીયા એ તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૧૦,ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ઝેરી સાપ કરડી જતા યુવાનનું મોત

જામજોધપુર તાલુકાના દલદદેવળીયા ગામે રહેતા ખુશાલભાઈ દિનેશભાઈ વાલ્‍વા, ઉ.વ.૧૮ એ શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦-૭-ર૦રરના આ કામે મરણજનાર દિનેશભાઈ દેવજીભાઈ વાલ્‍વા, ઉ.વ.૪૦ વાળા સડોદર ગામે કડીયાકામની મજુરી કરવા ગયેલ ત્‍યાં કામ કરતા હોય જે દરમ્‍યાન બપોરના ત્રણેક વાગ્‍યાની આસપાસ ઝેરી શાપ કરડવાથી મરણ થયેલ છે.

(1:40 pm IST)