Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રકાન્‍ત ખાખરીયાની અને મહામંત્રી તરીકે યુવરાજસિંહ રાણાની નિમણુંક

ગુજરાત સરકાર માન્‍ય ગુજરાત રાજય કર્મચારી મહામંડળના વિવિધ જિલ્લાના હોદેદારો નિમાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ :.. ગુજરાત સરકાર માન્‍ય ગુજરાત રાજય કર્મચારી મહામંડળના વિવિધ જીલ્લાનાં હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જામનગર જીલ્લા પ્રમુખ તરીકે ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી તરીકે યુવરાજસિંહ રાણાની નિમણુંક કરાઇ છે. તેમ મહામંડળના  પ્રમુખ ગીતાબા  ચૌહાણ, મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્‍યું છે.

ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સરકારશ્રીની માન્‍યતા પ્રાપ્ત કરેલ રાજયનું એકમાત્ર મહામંડળ છે. ગુજરાત રાજય કર્મચારી મહામંડળની આમુખ-૪ માં દર્શાવેલ કારોબારી સમિતિની બેઠકના ઠરાવ નં. ૪ અન્‍વયે મહામંડળના નિયંત્રણ હેઠળ કાર્ય કરવા માટે રાજયના તમામ જિલ્લાઓમાં જિલ્લા યુનિટની રચના કરવા તથા આ જિલ્લા યુનિટને મહામંડળ તરફથી સોંપવામાં આવે તેવા તમામ કાર્યો પુર્ણ  કરવા તેમજ જિલ્લા યુનિટ દ્વારા જિલ્લા કક્ષાની તમામ કામગીરી મહામંડળના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીના પરામર્શમાં કરવા તેમજ જિલ્લા યુનિટના હોદેદારોની વરણી કરવા સિનીયર ઉપપ્રમુખશ્રી અને સીનીયર સંગઠનમંત્રીશ્રીના પરામર્શમાં પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીને સત્તા આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.

તદનુસાર મહામંડળના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીને મળેલ સત્તાની રૂએ જિલ્લા યુનિટમાં નીચેની શરતોને આધિન જિલ્લા કક્ષાના કન્‍વીનર (જિલ્લા પ્રમુખ) અને સહ કન્‍વીનર (જિલ્લા મહામંત્રી) ની વરણી આ સાથે સામેલ પત્રક-૧ મુજબ કરવા આથી હુકમ કરવામાં આવે છે. જિલ્લા યુનિટના હોદેદારોને મહામંડળના સંગઠનને મજબુત કરવાના હેતુસર આ જવાબદારી સોંપવામાં આવી છે. 

(1:41 pm IST)