Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી એલસીબી અને માળીયા પોલીસે દેશી પિસ્‍તોલ સાથે બે શખ્‍સોને ઝડપી લીધા

તસ્‍વીરમાં પિસ્‍તોલ સાથે પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબી એલસીબી અને માળીયા મિંયાણા પોલીસે દેશી પિસ્‍તોલ સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતા.

પ્રથમ કિસ્‍સામાં મોરબી એલ.સી.બી. પોલીસનો સ્‍ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. એ સમય દરમિયાનᅠએચસીᅠશકિતસિંહ ઝાલા, પો.કોન્‍સ.ᅠભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી માળીયા ને.હા.રોડ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્‍યલક્ષ્મી હોટલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નુરસીગ ઉર્ફે નારણ ઇડુસીંગ દરીયાસીંગ ચૌહાણ રહે-લક્ષ્મીનગર મૂળ મધ્‍યપ્રદેશ વાળો પીસ્‍તોલ સાથે હોવાની બાતમી મળતા એલસીબી ટીમે નુરસીગ ઉર્ફે નારણ ઇડુસીંગ દરીયાસીંગ ચૌહાણ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્‍યલક્ષ્મી હોટલ પાસે રોડ પરથી ગે.કા. હથિયાર દેશી હાથ બનાવટ લોખંડની મેગ્‍જીન વાળી પીસ્‍તોલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ના મુદામાલ સાથે મળી આવ્‍યો હતો.ᅠ

બીજા કિસ્‍સામાં માળીયા મિ. પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન પો.કોન્‍સ. વિક્રમભાઇ ફૂગસીયા, ભરતસિંહ ડાભી,ᅠતથા સંજયકુમાર રાઠોડને ચોક્કસ બાતમી મળી હતી કે,ᅠઆરોપી ફારૂકભાઇ નુરઅલી આમદભાઇ મોવર રહે- માળિયાના સંઘના પેટ્રોલપંપ પાસે વાળો ગે.કા.રીતે હથિયાર ધારણ કરી જાહેરમાં આટાફેરા મારે છે. જેને પગલે પોલીસે ઘટના સ્‍થળે દરોડા પાડીને આરોપીને દેશી હાથબનાવટની લોખંડની મેગ્‍ઝન વાળી પીસ્‍તોલ નંગ-૦૧ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦ સાથે ઝડપ્‍યો હતો.ᅠᅠપોલીસ તપાસમાં ખુલ્‍યું હતું કે તેને આ હથિયાર નુરસીંગ. ઇકસીંગ આદીવાસી પાસેથી મળ્‍યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.ᅠ

આ કામગીરીમાં મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોઢાણીયા, ભ્‍લ્‍ત્‍ᅠએન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલો સ્‍કવોડ,ᅠટેકનીકટીમ,ᅠતથાᅠખ્‍ણ્‍વ્‍શ્‍ᅠમોરબી સ્‍ટાફના સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

(1:43 pm IST)