Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગિરનાર ક્ષેત્રમાં રામવાડી-૧માં સ્ફટીક પારાના શિવલીંગ ઉપર અભિષેક - બિલીપત્ર અર્પણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : પુરાણ પ્રસિધ્ધ ગિરિવર ગિરનારની પાવન ભુમિ ઉપર કે જે તપોભુમિ ઉપર ગુરૃ દતાત્રેય ભગવાન, નવનાથ અને ચોર્યાસી સિધ્ધોના બેસણા હોય, જે ભુમિને લાખો સંત સાધુ અને યોગીઓએ પોતાના તપ દ્વારા જગ પ્રસિધ્ધી અપાવી છે, જયાં કૃષ્ણ ભકત નરસિંહ મહેતાએ ઇશ્વર સાધના દ્વારા પોતાની વાણી દ્વારા અનેક ચમત્કાર સર્જયા એ જુનાગઢની પવિત્ર ધરતી ઉપર ગીરનાર દરવાજાથી આગળ ગીરનાર રોડ ઉપર ગાયત્રી મંદિરની સામેે સમર્થ શ્રી પ્રાગદાસબાપા ગોદડીયાની રામવાડી-૧ આવેલી છે, આ પવિત્ર ધર્મસ્થાન - જગ્યા ઉપર પુજય પ્રાગદાસબાપા ગોદડીયાએ ભજન અને ભોજનની અલેખ જગાવેલી છે. આ રામવાડી-૧માં તા.ર૮-૧૧-ર૦ર૧ના રોજ શ્રી પ્રાગદાસબાપા ગોદડીયાની ૧૦રમી જન્મજયંતી નિમિતે ૪પ કિલોના સ્ફટીક (પારદ)ના દર્શનીય શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ પ્રારંભ પૂ.બ્રહ્મલીન મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ.સ્વામી વિશ્વંભર ભારતીબાપુના હસ્તે કરવામાં આવ્યો હતો.

પ્રાગદાસબાપાની રામવાડી-૧ મોકેશ્વર મહાદેવ મંદિર શિવ ભકતો દ્વારા પારદના શિવલિંગ પર શ્રાવણ માસ દરમિયાન સવા લાખ બીલીપત્રોનો અભિષેક કરવામાં  આવશે. જેમાંદરરોજ સવારના ૬.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી પ૧૦૦ બીલીપત્રોનો અભિષેક તથા સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી તેમજ દર સોમવારે દીપ આરતી કરવામાં આવશે. જેનો લાભ લેવા દરેક શિવભકતોને અનુરોધ કરવામાં આવે છે. તેમજ આ સવા લાખ બીલીપત્રોના અભિષેકમાં બીલીપત્રોની વ્યવસ્થા રામવાડી ખાતે કરવામાં આવેલ છે.

(2:20 pm IST)