Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ધોરાજી પોલીસે અલગ-અલગ જીલ્લાના ગુનાઓમાં નાશતો ફરતો આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલ ખુરેશીને પકડી પાડયો

ધોરાજી:ધોરાજી પોલીસે અલગ-અલગ જીલ્લાના ગુનાઓમાં નાશતો ફરતો આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલ ખુરેશીને પકડી પાડયો છે
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક  સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષક મયુરસિંહ રાજપુતનાઓએ નાશતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના આઈ.પી.સી. કલમ ૫૦૪,૫૦૬(૨),૫૦૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ તથા રાજકોટ શહેર બી ડીવીઝનપોલીસ સ્ટેશન પાર્ટ સી  પ્રોહી કલમ ૬૫ ઇ,૧૧૬(બી),૮૧ તથા
જામનગર સીટી બી પોલીસ સ્ટેશન પાર્ટ સી તથા જુનાગઢ બી ડીવીજન પો.સ્ટે.  પ્રોહી કલમ ૬૫ ઇ,૧૧૬(બી) મુજબ ઉપરોક્તગુન્હામા કામનો નાસ્તો ફરતો આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલ ખુરેશી જાતે મતવા ઉ.વ.૪૦ ધંધોમજુરી રહે ધોરાજી મેઇન બજાર, ચકલા ચોક સંધાડીયા બજાર વાળો મહારાષ્ટ્ર ના નાય ગામ ખાતે હોઇ તેવી ધોરાજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે હકિકત મળતા મહારાષ્ટ્ર ના નાય ગામ ખાતે થી
શોધી કાઢી પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે કબ્જે કરી આરોપી અટક કરી ધોરાજી પો.સ્ટે ખાતે આગળનીકાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી- બાબર ઉર્ફે સલીમ હાજીઇસ્માઇલ ખુરેશી જાતે મતવા ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે ધોરાજી મેઇનબજાર, ચકલા ચોક સંધાડીયા બજાર વાળાને ઝડપી લેવામાં ધોરાજીના પોલિશ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહીલ.હેડ કોન્સ. ક્રીપાલસિંહ જાડેજા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ગુજરાતી. પો.કોન્સ રવિરાજસિંહ જાડેજા. પો.કોન્સ રવિરાજસિંહ વાળા. પો.કોન્સ ઇશીતભાઇ માણાવદરીયા. વિગેરે સ્ટાફ રોકાયો હતો

(6:46 pm IST)