Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ધોરાજીમાં આજે સોમવારથી શ્રાવણ માસના પ્રારંભ સાથે તમામ શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા

ધોરાજીના પ્રાચીન ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડા ખાતે 45 દિવસ શ્રાવણ માસના લઘુ રુદ્રી મહાયજ્ઞ દરરોજ થઈ રહ્યા છે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં  પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે તમામ શિવાલયોમાં ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા
ધોરાજીના જન્માષ્ટમી મેળો ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ ના પાવન સાનિધ્યમાં 45 દિવસ શ્રાવણ માસનો  પંદર દિવસ અગાઉ પ્રારંભ થઈ ચૂક્યો છે
આશ્રમમાં બિરાજતા શ્રી બટકેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં અષાઢ માસની પૂનમથી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો જેમાં આશ્રમના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ને 45 દિવસ ઉગ્ર તપશ્ચર્યા સાથે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મંડલીકપુર ના વિદ્વાન બ્રાહ્મણ શાસ્ત્રી મુકેશઅદા દ્વારા દરરોજ બટકેશ્વર મહાદેવજીને શ્રીંગાર સાથે સાથે લઘુ રુદ્રી મહાયજ્ઞ સાથે અનુષ્ઠાન થઈ રહ્યા છે
આ સાથે શ્રી દિગંબર લાલુગીરજી મહારાજ ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રી બટકેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં 45 દિવસીય શ્રાવણ માસનો પ્રારંભ સાથે લઘુરુદ્રી મહાય યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે એ જ રીતે ભવનાથ જુનાગઢ ખાતે બાપુના જ શાંતિમાં શ્રી સાંતેશ્વર મહાદેવનો 45 દિવસ શ્રાવણ મહિનાનો પ્રારંભ વૈદિક મંત્રો ચાર સાથે થઈ ચૂક્યો છે
આ સાથે ધોરાજીના પંચનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પંચનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ દરબારગઢ પાસે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર ધોરાજીના ફરેણી રોડ ઉપર આવેલ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ધોરાજીના પીપળીયા ખાતે આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ધોરાજીના હોકળા કાંઠા ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ધોરાજીના ફૂલવાડી પાસે આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર ધોરાજી ના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ધોરાજીના બહારપુરા નાગનાથ ચોક પાસે આવેલ શ્રી નાગનાથ મહાદેવ મંદિર ધોરાજીના ભક્ત શ્રી તેજાબાપા ની જગ્યા ખાતે આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ધોરાજીના રામ મંદિરખાતે આવેલ શ્રી મહાદેવ મંદિર તેમજ કોલેજ ચોક ખાતે આવેલ મહાદેવ મંદિર આ સાથે ધોરાજી ના વિવિધ વિસ્તારોમાં મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રાવણ માસ ની પરંપરા મુજબ પૂજા  મહા આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ સાથે તમામ શિવાલયો શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે  ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયાં હતા

(6:47 pm IST)