Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે રાખી મેળાનું લોકાર્પણ કરાયું

મોરબી ખાતે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૧લી ઓગસ્ટ થી ૮મી ઓગસ્ટ દરમિયાન રાખી મેળાનું આયોજન

મોરબી:રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે મોરબી ખાતે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રખાયેલ રાખી મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહિલા પખવાડિયાના પ્રથમ દિવસે મોરબી ખાતે સરદારબાગની સામે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં વિવિધ સખી મંડળના સ્ટોલ મારફતે ૧લી ઓગસ્ટ થી ૮મી ઓગસ્ટ દરમિયાન રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. જેનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રીની સાથે મોરબી નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી  પરાગ ભગદેવઇન્ચાર્જ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલજિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાઅગ્રણી દુર્લભજીભાઈ દેથરીયાઅરવિંદભાઈ વાંસદડિયા, જિગ્નેશભાઇ કૈલા, ભાવેશભાઇ કણજારીયા તેમજ સ્થાનિક પદાધિકારી, અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

(8:50 pm IST)