Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગોંડલનાં શિવરાજગઢ ગામે યુવકે જન્મદિવસે જ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું:

પોતાના જન્મદિવસે જ સ્મશાનની સામે આવેલી પોતાની વાડીએ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઇ લેતા નાના એવા ગામમાં અરેરાટી

ગોંડલ:ગોંડલ પંથકમાં તાજેતરમાં અપમૃત્યુનાં બનાવો વધ્યા હોય વીસ દિવસમા આત્મહત્યા નવ જેટલી ઘટનાઓ બની  હોવા છતા યમરાજાએ  હજુ પણ સંતોષ માન્યો ન હોય તેમ તાલુકાના શિવરાજ ગઢ ગામે યુવાને પોતાના જન્મદિવસે જ ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી  વ્યાપી જવા પામે હતી

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા મેહુલ રમેશભાઈ સાકરીયા ઉ.વ. ૨૬ કોઈ અગમ્ય કારણોસર પોતાના જન્મદિવસે જ સ્મશાનની સામે આવેલી પોતાની વાડીએ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઇ લેતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

મેહુલનો  આજે સોમવારે જન્મદિવસ હતો. જે અંતિમ બની રહેવા પામ્યો  હતો.મેહુલ શાપર વેરાવળ ખાતે કડીયા કામ કરતો હતો. એક વર્ષ પહેલાં જ તેની સગાઈ પણ થઈ હતી. ત્રણ ભાઈ ના પરિવાર માં તેનો બીજો નંબર હતો. બનાવના પગલે સરકારી દવાખાને યુવાનના સગા વ્હાલા મિત્ર મંડળ દોડી આવ્યા હતા  ઘટના ની તપાસ જમાદાર જે વી વાળા એ હાથ ધરી હતી, પોલીસ ની પ્રાથમિક તપાસમાં આર્થિક ભિંસના કારણે યુવકે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું હતું

 

(8:51 pm IST)