Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા :વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ.

મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૦ થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં નવા ૧૩ કેસ નોંધાયા છે તો આજે ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૭ કેસ જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૪ કેસ જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં તેમજ ટંકારા તાલુકાના ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૩ કેસ નોંધાયા છે આજે મોરબી તાલુકામાં ૧૦ અને માળિયા તાલુકામાં ૦૧ એમ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૯૦ થયો છે.

(10:06 pm IST)