Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સોમનાથ મહાદેવનાં દર્શન કરવા શ્રાવણના પ્રથમ સોમવારે લોકો ઉમટી પડ્યા સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા નિકળેલ જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા

મહાદેવને પ્રથમ સોમવારે બોરસલીના પુષ્પોનો શૃંગાર અને દિપમાળા કરવામાં આવેલ

પ્રભાસ પાટણ :શ્રાવણ માસના પ્રથમ સોમવારે રવિવારના રાત્રીના રોજ લોકો પગ પાળા અને અન્ય વાહનો દ્વારા આવેલા હતા અને વહેલી સવાર ના ચાર કલાકે મંદિર ખૂલતાં ની સાથે દર્શન કરવા લોકોની મોટી કતારો લાગી હતી અને માનવ સમુદાય આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યો હતો

 પ્રથમ સોમવારે પાલખીયાત્રી યોજાયેલ હતી.  જે પાલખીપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી,એક્ઝિક્યુટીવ ઓફીસરના હસ્તે કરવામાં આવેલ.જેમાં અધિકારીઓ,તીર્થપુરોહિતો. દર્શનાર્થીઓ પણ જોડાયેલ.મહાદેવ નગરચર્યાએ નિકળતા ભક્તો ભાવવિભોર બનેલ અને પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠેલ હતો.શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ  મહાદેવને સાયં બોરસલી  પુષ્પ  શૃંગાર કરવામાં આવેલ.આજરોજ ભક્તો દ્વારા 37 જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી. શ્રી  સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6-00 વાગ્યા સુધી અંદાજીત 20400 જેટલા  ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવેલ અને મંદિર રાત્રી ના દશ કલાક સુધી ખૂલ્લું રહેલ ત્યાં સુધી દર્શનાર્થીઓ ની ભીડ ચાલુ રહેલ હતી

 

(11:11 pm IST)