Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી કૉંગ્રેસની ચીમકી બાદ તંત્રએ તાત્કાલિક ગૌ વંસની વિધિવત અંતિમવિધિ કરી!!

જોધપર ગામની સીમમાં આડેધડ ૨૦૦ ગૌવંશના મૃતદેહો રજળતા હતા.

મોરબી જિલ્લામાં પશુઓમાં ખાસ કરીને ગાય અને ગૌ વંસમાં ફેલાયેલ લમ્પી વાઇરસને કારણે મોરબી જિલ્લા માં પશુઓ ના મોત ખૂબ જ વધુ છે. કોરોનામાં  જેમ મૃત્યુંના આંકડા સરકારે છુપાવ્યા હતા તેવી રીતે લમ્પિ વાઇરસથી મરણ પામેલ પશુઓના મોત પણ સરકાર છૂપાવી રહી રહ્યાનું મોરબી જિલ્લા કોંગ્રેસે જણાવ્યુ છે.

 કૉંગ્રેસ અગ્રણીઓ કે.ડી.પડસુંબિયા, મહેશ રાજ્યગુરુ, હનીફ પાયક સહિતનાં આગેવોનો જોધપર્  સ્થળ પર ગયા ત્યાં એક વાહન ભરી મૃતદેહો લાવ્યા તેના ડ્રાઈવર ને પૂછ્યું તો તેમને જણાવ્યું કે દરરોજ પચાસથી સાઠ ગાયોના મૃતદેહો અહી એક જ જગ્યાએ ઠાલવી એ છીએ , બાકી બીજી જગ્યા ના તો જુદા.આ મરેલ ગાયો અને ગૌવંશ ના મૃતદેહો નો નિકાલ યોગ્ય રીતે થતો નથી. મોરબી ના જોધપર ગામ ની સીમમાં, ખુલ્લા મેદાનમાં જેમ આવે તેમ મૃત ગાયો ને ફેંકી દીધા છે. જે જગ્યાએ ગાયોના મૃતદેહ નાખ્યા છે ત્યાં ખૂબ જ ગંદકી ફેલાઈ ગઈ છે. કોઈ માણસ દસ મિનિટ ત્યાં ઊભા રહી શકે તેમ નથી. આ ખુલ્લા ગાયો ના મૃતદેહ ને કારણે લોકોમાં રોગચાળો ફેલાય તેમ છે. આ મૃતદેહો ના નીકાલ માટે વારાફરતી ખો અપાય છે, કોઈ અધિકારી કહે છે કે આ મૃતદેહો ના નિકાલ ની જવાબદારી ગ્રામ પંચાયતની આવે છે, કોઈ કહે છે મામલતદારની જવાબદારી છે, કોઈ કહે છે કલેકટરની જવાબદારી છે. આ નફટ તંત્ર પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યું છે. અમારી મોરબી જીલ્લા કોંગ્રેસની ટીમ જોધપર ગામની સીમમાં મુલાકાત કરી ત્યારે કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમો તંત્ર ને ચેતવણી આપીએ છીએ કે આ ગાયોના મૃતદેહો નો યોગ્ય નિકાલ બે દિવસ માં નહિ થાય તો અમો ગાંધી ચિંધ્યા રાહે  આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ અગ્રણીઓએ ઉચ્ચારતા અને આ સમાચાર વાયુ વેગે પ્રસરતા તંત્ર સફાળું જાગ્યું હતું.
કોંગ્રેસની ચીમકીને પગલે જાગેલા તંત્રએ તાત્કાલીક ત્રણ જેસીબી સ્થળ પર મોકલી ગૌ વાંસની વિધિવત અંતિમ વિધિ કરી હતી.

(11:22 pm IST)