Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબીમાં સરદારબાગ પાસે ઈગ્લીશ દારૂના ૨૦ ચપલા સાથે બે શખ્શોની સીટી એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી

મોરબીમાં સરદારબાગ પાસે ઈગ્લીશ દારૂના ૨૦ ચપલા સાથે બે શખ્શોની સીટી એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન સરદારબાગ પાસે આરોપી મોસીનભાઇ ઇદ્રીસભાઇ અજમેરી અને હનિફભાઇ સીદ્દીકભાઇ જીંદાણી પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂના રોયલ ગ્રાન્ડ મેલ્ટ વ્હિસ્કીના લેબલના ૧૮૦ મી.લી.ના કંપની સીલપેક કાચના ચપલા નંગ-૨૦ કિ.રૂ ૨૦૦૦/-ના વેચાણ કરવા અર્થે સાથે રાખી મળી આવ્યા હતા.
જેથી પોલીસે પ્રોહી કલમ ૬૫-A-A,૧૧૬-B,૮૧ મુજબ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:25 pm IST)