Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોનાનો ભુજ, ગાંધીધામને ભરડો : નવા ૨૦ કેસઃ ભુજમાં તંત્રની બેદરકારી વચ્ચે દર્દીઓ છૂટથી ફર્યા

કચ્છમાં 'ખાળે ડૂચા, દરવાજા મોકળા જેવો તાલ': ભૂજની એક હોટેલમાં કોરોનાના ૧૫ દર્દીઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧:  કોવિડ ૧૯ ના કેસ, માહિતી અને વહીવટ બાબતે કચ્છમાં મનમાની વચ્ચે નીચેનો સ્ટાફ હવે બેપરવા થયો છે. કચ્છમાં નવા ૨૦ કેસ પૈકી ૧૮ ભુજ અને ગાંધીધામમાં આવ્યા છે. જોકે, ભુજ નજીક શેખપીર ચાર રસ્તા પાસે આવેલ એક જ ખાનગી હોટલમાં ૮ કેસ પોઝિટિવ આવ્યા પછી તેમના સેમ્પલમાં બેદરકારી વરતાઈ હોવાનું ખુલ્યું છે.

શુક્રવારે ભુજની કોવિડ હોસ્પિટલમાં આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા આ દર્દીઓના સેમ્પલ લેવાયા પછી તેમને દાખલ કરવાને બદલે છુટા મૂકી દેવાતા તેઓ કામસર અંજાર ગયા હતા, ફરી અન્ય લોકોને મળી હોટેલમાં પહોંચ્યા હતા અને શનિવારે એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે આ લોકોએ કેટલું સંક્રમણ ફેલાવ્યું એ તપાસનો વિષય છે. પણ, હોસ્પિટલમાં કોવિડ સ્ટાફે તેમને કેમ દાખલ ન કર્યા? જોકે, આ હોટેલમાં ૧૫ જણ પોઝિટિવ આવ્યા હોઈ સમગ્ર મામલો બેદરકારીના મુદ્દે પેચીદો બન્યો છે. પણ, કચ્છમાં આ જ રીતે અગાઉ બનેલા બેદરકારીના કેસની જેમ આમાં પણ તપાસના આદેશો આપી દેવાયા છે.

નવા ૨૦ કેસમાં ભુજમાં ૭ અને તાલુકામાં ૪ મળી ૧૧, ગાંધીધામ ૭, અંજાર ૧, માંડવી ૧ કેસ નોંધાયો છે. કુલ પોઝિટિવ કેસ ૧૩૧૧,ઙ્ગ સાજા થયેલા ૯૯૩ છે. ૬૮ દર્દીઓની દ્યટ પૈકી ૪૪ ના ચોપડે મોત બોલે છે, અન્ય ૨૪ દર્દીઓ કયાં ગયા? જમીન ખાઈ ગઈ, આસમાનમાં ગુમ થઈ ગયા? તે વચ્ચે તેમનો તાળો મળતો નથી. જોકે, આ ૨૪ દર્દીઓ સાથે બિન સત્ત્।ાવાર મૃત્યુ આંક ૬૮ હોવાનું મનાય છે.

(11:24 am IST)