Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કચ્છમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો : મુંદ્રાનો રિક્ષા ચાલક લોકડાઉન વચ્ચે બે વાર પાકિસ્તાન જઇ આવ્યો

ઉત્તરપ્રદેશથી ઝડપાયેલા મોહમદનું કનેકશન : રજાક રિક્ષા ચલાવે છે : ત્રણ લગ્ન કર્યા છે અને ડોકયાર્ડમાં સૂપર વાઇઝર : NIA દ્વારા ધરપકડથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો ગુજરાત ઉપર ડોળો છે. તે વચ્ચે યુપીથી ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટના કચ્છ સાથેના કનેકશને ચકચાર સર્જી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં એક મહિનાથી તપાસ ચાલતી હતી. ચાર વખત કચ્છમાં તપાસ માટે આવી ચુકેલી એનઆઈએની ટીમ દ્વારા અંતે મુન્દ્રાના કુંભારવાસમાં રહેતા રજાક સુમાર કુંભારની સત્ત્।ાવાર ધરપકડ કરાઈ છે.

તપાસનીશ એજન્સી એનઆઈએ દ્વારા જણાવાયા પ્રમાણે ઉત્ત્।રપ્રદેશના ચંદોલીથી ઝડપાયેલા મોહંમદ રશીદ સાથે મુન્દ્રાના રજાક કુંભારનું કનેકશન નીકળ્યું છે. રાશીદની જેમ જ લોકડાઉન દરમ્યાન બે વાર ગુપ્ત રીતે પાકિસ્તાન જઈ આવેલ રજાકે મુન્દ્રાની દરિયાઈ ગતિવિધિઓ તેમ જ અન્ય સરહદી સંવેદનશીલ માહિતી આઈએસઆઈને મોકલી હોવાનું તેમ જ રજાકના એકાઉન્ટમાંથી રિઝવાન નામના એક સંદિગ્ધ શખ્સના ખાતામાં ૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું એનઆઈએનું કહેવું છે.

આઈએસઆઈ દ્વારા મોહંમદ રશીદને આ રૂપિયા માહિતી માટે ચૂકવાયા હતા. મુન્દ્રામાં રીક્ષા ચલાવતા અને હવે ડોકયાર્ડમાં સુપરવાઈઝર એવા રજાકે ત્રણ લગ્ન કર્યા હતા, જે પૈકી એક તૂટી ગયા, બીજા પાકિસ્તાન કર્યા હતા જે પણ તુટી ગયા અંતે ત્રીજા હમણાં જ ભુજમાં કર્યા હતા. એનઆઈએની તપાસમાં હજીયે ઘણા સ્ફોટક ધડાકા થશે એવું મનાઇ રહ્યું છે.

(11:22 am IST)