Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભુજના બે પૂર્વ નગરસેવક અને બિલ્ડર ઉપર ગોળીબાર

જમીનના વિવાદમાં કોંગ્રેસી યાકુબ ખત્રી, ભાજપના પ્રકાશ સિંઘલની કાર ઉપર માંડવીમાં ચાર રાઉન્ડ ફાયરીંગ : વિક્રમ ભાટીયા ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧ : માંડવીમાં રોયલ વીલા પ્રોજેકટના જમીનના વિવાદમાં સરેઆમ થયેલી ફાયરિંગની ઘટનાએ ચકચાર સર્જી છે.

ભુજના બે પૂર્વ નગરસેવક અને બિલ્ડર યાકુબ ખત્રી તેમ જ પ્રકાશ સિંઘલની કાર ઉપર ખુન્નસપૂર્વક બંદૂકમાંથી ધડાધડ ફાયરિંગ કરનાર વિક્રમ દેવાભાઈ ભાટિયા ઝડપાઈ ગયો છે.

રોયલ વીલા પ્રોજેકટમાં ચાલતા કામ નિહાળવા આવેલા બન્ને બિલ્ડરો ઉપર વિક્રમે અગાશી ઉપરથી બોલાચાલી કરી ફાયરિંગ કર્યું હતું, જેમાં કારના પાછલા કાંચ તૂટી ગયા હતા.

યાકુબ ખત્રી ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ અને નગરસેવક રહી ચૂકયા છે, જયારે પ્રકાશ સિંધલ ભાજપ વતી નગરસેવક રહી ચુકયા છે.

 બન્ને બિલ્ડરો ભુજના છે. જોકે, રોયલ વીલા પ્રોજેકટમાં એક કરોડના વિવાદ મુદ્દે આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)