Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કચ્છમાં ડૂબી જતા ૩ના મોત

વાડાસર ગામે નદીમાં કાર તણાતાં વૃધ્ધનું મોતઃ કોઠારામાં યુવાન અને સત્તાપર ગામે બાળક ડૂબ્યો

ભુજ,તા. ૧:વરસાદ પછી જળાશયોમાં વહેતા પાણીથી દૂર રહેવાની અપીલ પછી પણ પાણીના પારખા કરનારી ત્રણ ત્રણ માનવ જિદગીઓ મોત સામે હારી ગઈ છે. માંડવીના ગઢશીશા પાસે આવેલા વાડાસર ગામે નદીના ચાલુ વહેણમાં કાર સાથે રસ્તો પાર કરવાની કોશિશ કરનાર ૬૫ વર્ષીય રામજી કેશરા પટેલનું નદીના વહેણમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

તેમને બચાવવાના લોકોના પ્રયાસો નિષફળ ગયા હતા. અબડાસાના કોઠારા ગામમાં નદીમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબવા લાગતા બે ને બચાવી લેવાયા હતા જયારે ૧૮ વર્ષના ભાવેશ ધારશી જેપારનું મોત નીપજયું હતું. ત્રીજા બનાવમાં અંજારના સત્ત્।ાપર ગામે તળાવમાં નહાવા પડેલા ૧૨ વર્ષના બાળક કેતન અરવિંદસિંહ શેખવાનું ડૂબી જવાથી મોત નીપજયું હતું.

(11:23 am IST)