Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભાવનગર પંથકના ખેડૂતોને ૩૦ દિવસમાં સહાય ચુકવો, નહિં તો રાજકોટમાં આંદોલન

જમીનનો તાત્કાલીક સર્વે કરો, ટેકાના ભાવે ખરીદી ચાલુ કરાવો સહિતની માંગો સાથે ભારતીય કિસાન સંઘનું આવેદન

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧ : ભાવનગર જિલ્લાનાતળાજા તાલુકા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો એ  ડે. કલેકટર ને મળ સતત વરસાદી માહોલ ને લઈ ખેડૂતો ને વિવિધ સહાય ચૂકવવા ની માગ કરી છે.એક મહિનામાં સહાય નહીતો મુખ્યમંત્રીના ગઢ રાજકોટમાં આંદોલન ની ચીમકી ઉચ્ચારી હોવાનું જણાવાયું છે.

કિસાન સંઘના પ્રમુખ દેવકરણભાઈ ગઢવી અને મહામંત્રી પરષોત્તમભાઈ રમણાંએ  તળાજા ડે. કલેકટર દક્ષેશ મકવાણા ને આપેલ આવેદન પત્રમાં જણાવ્યુ છે કે  સતત વરસી રહેલા વરસાદના આંકડા તંત્ર સાચા બતાવે. જમીનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે.મુખ્યમંત્રી કિસાન યોજના મા ફેરફાર લાવે.તમામ ખેત પેદાશ ને ટેકાના ભાવે ખરીદી દરેક માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરાવે, ખેતરોમા પાણીના રેસા ફૂટી ગયા છે.તેમાં પાણી નિકાલની સહાય આપે, ખેતરે જવાના રસ્તાના ધોવાણ થયા હોય સરકારી જમીન માંથી માટી લેવા યાદી સાથેનું આવેદન પત્ર આપવામાં આવેલ.

જો ખેડૂતોને આ બધી સહાય એક મહિનામાં નહિપુરી પાડવામાં આવેતો ભારતીય કિસાન સંદ્ય ના સમગ્ર સૌરાષ્ટ્ર ના આગેવાનો રાજકોટ ખાતે આંદોલન કરશે તેવી આવેદન પત્રમાં ચીમકી આપવામાં આવી હોવાનું જણાવમયું છે.

(11:27 am IST)