Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ઉનાનું પ્રાચીન હિરા તળાવ છલોછલ

ઉના : શહેરની મધ્યમાં વર્ષો જુનુ પ્રાચીન પૌરાણીક હિરાતળાવમાં છેલ્લા ત્રણ દિવસમાં જોરદાર વરસાદ થતા વરસાદી પાણી હિરા તળાવમાં ઠલવાતા આજે તળાવનું થાળુ ભરાઇ જઇ બે થી ૩ ફુટ પાણી ભરાઇ જતા લોકો નવા નીરના વધામણા કર્યા હતા. આ તળાવમાં પાણી આવતા શહેરના કુવા, બોર, ડંકીના તળ ઉંચા આવતા ઉનાળામાં પાણીની મુશ્કેલી નહી પડે. તળાવમાં નવા નિર આવતા લોકો જોવા ઉમટી પડયા હતા. છલોછલ હિરા તળાવની તસ્વીર.

(11:29 am IST)