Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

હિરણ-કપીલા અને સરસ્વતીમાં ઘોડાપુર : બે દિ'થી હાઇવે બંધ : ત્રિવેણી સંગમ છલોછલ

તસ્વીરમાં વેરાવળ-કોડીનાર હાઇવે રોડ ઉપર સોનારીયા ગામની બાજુમાં બે દિવસથી જોરદાર પાણી છે જે તસ્વીરમાં નજરે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

પ્રભાસપાટણ, તા. ૧ : તાજેતરમાં ભારે વરસાદને કારણે હિરણ-સરસ્વતી અને કપીલા નદીઓમાં પૂરની સ્થિતિ છે અને આ ત્રણે નદીઓ ભયજનક સપાટીઓ વહી રહેલ છે જેના કારણે વેરાવળ કોડીનારને જોડતો નેશનલ હાઇવે સોનારીયા ગામની બાજુમાં રોડ ઉપર પાણી ભરાવાને કારણે બંધ છે તેમજ સોનારીયા અને બાદલપરા ગામોમાં પણ બે દિવસથી અવર-જવર સંપૂર્ણ બંધ છે અને સોનારીયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ૧પ૦થી વધુ ઘરોમાં પાણી ભરાવાને કારણે લોકો ખૂબજ મુશ્કેલીમાં છે તેમજ તેમનો માલ-સામાન અને ઘરવખરી પલળી ગયેલ છે. કાજલી ગામમાં પણ પાણી ઘુસી ગયેલ છે જેથી વણકર વાસમાં પાણી ભરાયેલ છે.

આમ ભારે વરસાદને કારણે ખેતરોમાં સતત પાણી ભરાવાને કારણે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે અને મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ જવાનો છે. આ ભારે વરસાદને કારણે લોકો ખૂબજ મુશ્કેલી છે. તા. ૩૧-૮ના રોજ વરસાદ બંધ હોવા છતાં ગીર વિસ્તારમાંથી ભારે પાણીને કારણે સાંજ સુધી નેશનલ હાઇવે રોડ બંધ હતો.

(11:31 am IST)