Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ધોરાજીમાં ખેડૂત પ્રશ્ને પ્રતિક ઉપવાસ પર બેસતા પૂર્વે ધારાસભ્ય વસોયાની ધરપકડ

પીપીઇ કીટ પહેરેલ ૬ પોલીસ કર્મીઓએ વસોયાની ધરપકડ કરી : ધોરાજી -ઉપલેટા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા. : કોંગ્રેસની રેલીમાં સોશ્યલ ડીસ્ટન્સનુ ખુલ્લે આમ ભંગ છતાં પોલીસે માત્ર ધારાસભ્યની જ અટકાયત કરી.

પ્રતીક ધરણાના કાર્યક્રમમાં ધોરાજી કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા મહામંત્રી ચિરાગભાઈ વોરા સુધરાઇ સભ્ય અને એડવોકેટ દિલીપભાઈ જાગાણી અરવિંદભાઈ કાપડિયા ગોપાલભાઈ સલાટ ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ ગોવાણી સહિતના ધોરાજીના તેમજ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ભાઈ ચોટાઈ તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર વિગેરે દોઢસો જેટલા કાર્યકર્તાઓ ધારાસભ્યના ટેકામાં સાથે રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ-ધોરાજી)

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧: ધોરાજીમાં ધારાસભ્ય લલિત વસોયા ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા તેના વળતરની માગણીના સ્વરૂપે ધોરાજીમાં આજરોજ ડેપ્યુટી કલેકટર કચેરી સામે પ્રતિક ધરણા કરવા બાબતે ગઈકાલે આવેદનપત્ર પાઠવ્યું હતું અને તે આવેદનપત્ર માં પોલીસે પ્રતિક ધરણાની કોઈ મંજૂરી આપી ન હતી જેથી ધારાસભ્ય લલિત વસોયા એ તેમની ઓફિસ ખાતે થી આશરે ૧૫૦ થી વધારે કાર્યકર્તાઓ સાથે ભાજપ સરકાર હાય હાય ખેડૂત વિરોધી સરકાર હાય હાયના નારા સાથે ચાલીને નીકળ્યા હતા. આ સમયે ધારાસભ્ય ડેપ્યુટી કલેકટર કચેરી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ના ગેટ પાસે પહોંચતા જ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિંહ જાડેજા મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા વિગેરે પોલીસ સ્ટાફ સાથે ધારાસભ્યની પાંચથી છ આરોગ્ય ટીમ પીપી કીટ પહેરેલા ઓએ ધારાસભ્યની સીધી અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

આ સમયે ધોરાજી શહેર કોંગ્રેસના તેમજ ઉપલેટા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સરકાર  હાલ ખેડૂત વિરોધી સરકાર હાય હાયના સૂત્રો પોકારી ફરી એ જ મારગેઙ્ગ જતા રહ્યા હતા પરંતુ સોશિયલ ડીસ્ટન્સ ખુલ્લેઆમ પણ જોવા મળ્યો હતો પરંતુ કાર્યકર્તાની કોઈ અટકાયત કરવામાં આવી ન હતી. (૨૨)

(1:05 pm IST)