Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મુળી તાલુકામાં સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા રમકડા બનાવી આત્મનિર્ભર બનવાનો સ્તુત્ય પ્રયાસ

વડાપ્રધાનના રમકડા ઉદ્યોગને વિકસાવવાની હાકલના પગલે

(ફઝલ ચૌહાણ દ્વારા) વેઢવાણ,તા. ૧: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની મનકીબાતે મા રમકડા ઉદ્યોગને વિકસાવવા લોકલ રમકડા વોકલ બનાવવાનો સમય આવી ગયો છે ત્યારે મૂળી તાલુકામા વિવિધ સ્વસહાય જુથો દ્વારા મહિલાઓ ભરતકામ રમકડા સહિત વિવિધ વસ્તુઓ બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે.

જશાપર રાણીપાટ કુંતલપુર સહિત ગામોમા સ્વસહાય જુથ હાલ કાર્યરત છે રાણીપાટ ગામે ક્રિષ્ના સહાય જુથ મંડળી દ્રારા લાકડાના ખાટલા વિવિધ રંગોની દોરી વડે અદભુત રીતે ગુથી રોજગારી મેળવે છે માંડવરાયજી જુથ જય ખપુમા જુથ જય ભાથીજી સ્વસહાય જુથ હાલ આત્મનિર્ભર બની રોજગારી મેળવે છે.

મૂળી તા વિ અ ધીરેનભાઇ સોનારાએજણાવ્યા મુજબ મૂળી તાલુકામા આગામી સમયમા સ્વસહાય જુથ દ્વારા રમકડા સહિત ધરબેઠા ભરતગુથણ વિવિધ પ્રવૃતિ વિકસે અને મોટાપાયે લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરી ધર આંગણે અવનવા સારી કવોલીટી વાળા રમકડા મળે અને લોકો રોજગારી મેળવી આત્મનિર્ભર બની પ્રધાનમંત્રીશ્રીનાઆત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસો હાથ ધરાશે. તેમ અંતમાં જણાવેલ.

(11:34 am IST)