Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

જસદણના નાની લાખાવડ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧ : જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂ.૨૫.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું પાણી પુરવઠામંત્રી  કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રૂ. ૨૫.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નાની લાખાવડ ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં તબીબ નિદાન અને સારવાર સાથે વેલનેસ સેન્ટર કે જેમાં તમામ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને નાાન બાળકોનું રસીકરણ તથા સ્વાસ્થય બાબતે સઘન સારવાર મળી રહેશે. આ ઉપરાંત વૃધ્ધો માટે ખાસ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નીમણુંક પણ કરાશે. જે તેઓની તંદુરસ્તી માટે ડાયાબીટીઝ અને હદ્દયરોગો જેવી બીમારીઓથી બચાવવા તબીબી સારવાર સાથે યોગ અને અન્ય માર્ગદર્શન પણ આપશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કવોલિટી અધિકારી પી.કે.સીંઘ઼, તાલુકા હેલ્થ ઓફિસર સી.કે.રામ, આયુષ મેડિકલ ઓફિસર ડો.પ્રીયંકા વોરા, ઉપપ્રમુખ પ્રતિનિધિ મનસુખભાઇ જાદવ, તાલુકા પંચાયત સભ્ય મુન્નાભાઇ ધોળકીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એન.આર.મકવાણા,  સુપરવાઇઝર પીયુષ એમ.શુકલા, ફિમેલ હેલ્થ વર્કર ભારતીબેન ઠુંમર સહિત આરોગ્યનો તમામ સ્ટાફ અને વહિવટીય અધિકારીઓ, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)