Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પોરબંદરના દેગામમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા

(વિરમભાઇ આગઠ દ્વારા)ગોસા(ઘેડ) તા.૧: મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી ખાતાની અન્ય યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવા પોરબંદરના દેગામ મહેર સમાજ ખાતે કોરોનાની ગાઇડ લાઇન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમા પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

મેઘજીભાઇએ જણાવ્યું કે,ઙ્ગરાજય સરકાર લોકોના સર્વાગી વિકાસ માટે કામ કરે છે, ઙ્ગસંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમા મુકી છે.ઙ્ગમાવઠુ,ઙ્ગઅતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક મદદ કરવા રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે,ઙ્ગજેમાઙ્ગરાજયના નાના-મોટા મધ્યમ તમામ ખેડૂતોને આવરી લીધા છે. આ યોજનાના લાભ માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનું પ્રિમિયમ ભરવાનું નથી. ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ. યોજનાની જોગવાઈ મુજબ જે લાભ મળવાપાત્ર હશે તે તમામ લાભો પણ મળશે. ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી કરતા થયા છે તેના લીધે ગુજરાતની ખેતી સમગ્ર દેશમાં આદર્શ અને પ્રેરણાદાયી બની છે.

પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નીલેશભાઇ મોરીએ જણાવ્યું કે,વર્તમાન સરકારઙ્ગખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં ઉઠાવી રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે,રાજય સરકારના પારદર્શક વહીવટથી ખેડૂતોને પૂરતી સહાય મળી રહે છે.

ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,ઙ્ગતાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઇ ઓડેદરા જિલ્લા કલેકટર ડી.એન.મોદી,ઙ્ગજિલ્લા વિકાસ અધિકાર વી.કે. અડવાણી,ઙ્ગપ્રાંત અધિકારી કે.વી.બાટી સહિત અધિકારીઓ,ઙ્ગપદાધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન. પરમારે સ્વાગત પ્રવચન કરી ખેડૂતોને ખેતીલક્ષી જુદી જુદી યોજનાઓની વિસ્તારથી માહિતી પુરી પાડી હતી.ઙ્ગઙ્ગનાયબ ખેતીઙ્ગ નિયામક શ્રીગોહિલે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. કાર્યક્રમમા વિશાળ સખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂત ભાઇઓ તથા બહેનોનુ મુખ્ય ગેઇટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા આરોગ્ય સ્ક્રીનીંગ કરાયુ હતુ.

(11:37 am IST)