Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મોરબી જિલ્લામાં પોષણઅભિયાન ઉજવણીની મીટીંગ

 મોરબી : ઙ્ગઙ્ગબાળકો,ઙ્ગકિશોરીઓ અને મહિલાઓને કુપોષણમુકત,ઙ્ગસ્વસ્થ અને સશકત બનાવવાઙ્ગમોરબી જિલ્લામાં પોષણ અભિયાન અન્વયે પોષણ માહ સપ્ટેમ્બર ૨૦૨૦ ની ઉજવણી માટેની મીટીંગ સબંધિત અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.જિલ્લા વિકાસ અધિકારીએ સપ્ટેમ્બર પોષણ માહ દરમ્યાન બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડવોશ અને સેનિટેશન તથા પોષ્ટિક આહાર આમ પાંચ મુખ્ય દ્યટકો ઉપર ધ્યાન આપવા સુચન કર્યુ હતુ. તેમજ દરરોજ ની કરેલ કામગીરીની નોંધણી થાય તેની તકેદારી રાખવા જણાવ્યુ હતું.મીટીંગ દરમ્યાન લોકોને પોષણ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવી,ઙ્ગન્યુટ્રીશ્યન ગાર્ડન અંગેની સમજ આપવી,ઙ્ગએફએમના દ્વારા કવીઝ સ્પર્ધા કરવા,ઙ્ગલાભાર્થીઓને સુખડી વિતરણ,ઙ્ગસ્વચ્છતાની જાળવણી વગેરે વિશેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વેબીનાર,ઙ્ગફેસબુક,ઙ્ગટવીટર,ઙ્ગઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મિડિયાના ટુલ માધ્યમથી પ્રચાર પ્રસાર કરવાનુ નકકી થયું હતું.ઙ્ગઆ મીટીંગમાં અધિક કલેકટર કેતન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, પ્રોગ્રામ અધિકારી એલ. એમ. રાવલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આર. આર. શાહ, વાસ્મો યુનિટ મેનેજર જે.એચ. જાડેજા, જિલ્લા રોજગાર અધિકારી બી.કે. જોબનપુત્રા સહિત જિલ્લાના સી.ડી.પી.ઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. મીટીંગ મળી તે તસ્વીર.

(11:38 am IST)