Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વરલીના જૂગારીઓ ઉપર ગોંડલ પોલીસ ત્રાટકીઃ ૪ દરોડામાં ૪ શખ્સો પકડાયા

ભાયાવદર પોલીસે વરલીના આંકડા લેતા બે શખ્સોને ઝડપી લીધા

રાજકોટ તા. ૧ :.. ગોંડલ પોલીસે વરલીના જૂગારીઓ ઉપર ધોંસ બોલાવી અલગ અલગ ચાર સ્થળે દરોડા પાડી વરલીના આંકડા લેતા ચાર શખ્સોને ઝડપી લીધા હતાં.ગોંડલ સીટીના પીઆઇ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. કો. કમલેશભાઇ ગોંડલીયાએ ગોંડલ નૂતન સ્કુલ પાસે રેઇડ કરી વરલીના આંકડા લેતા જયંતી વિનુભાઇ મકવાણા રહે. ભોજરાજપરા ગંજીવાડાને રોકડા રૂ. પ૩૦ અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો તેમજ બીજા દરોડામાં એ. એસ. આઇ. રીનાબેન માલવીયાએ ગોંડલ ચોરડી દરવાજા પાસેથી જયેશ ઉર્ફે ભગો ધીરૂભાઇ સોલંકી રે. ગોંડલ ચોરડી દરવાજાને રોકડા રૂ. રર૦ અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો ત્રીજા દરોડામાં પો. કો. દિવ્યરાજસિંહ જાડેજાએ ગોંડલ મોવીયા સર્કલ પાસેથી અકરમ અબ્દુલભાઇ દોઢીયા રે. ધોધાવદર રોડ ગોંડલને રોકડા રૂ. પ૯પ અને વરલીના સાહિત્ય સાથે તેમજ ચોથા દરોડામાં પો. કો. જયેશભાઇ ધ્રાંગીયાએ ગોંડલ સરકારી દવાખાના પાસેથી ભીમગીરી પ્રભાતગીરી ગોસ્વામી રે. બાલાશ્રમ પાસે નદીના ખાડામાં ને રોકડા રૂ. ૪૬૦ તથા વરલીના સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેમજ ભાયાવદરના પો. કો. વિરમભાઇ ભીંભાએ ભાયાવદર સીનેમા રોડ ઉપર ફલોર મીલ પાસે રેઇડ કરી ભનુ ધુધાભાઇ સોલંકી રહે. ભાયાવદરને રોકડા રૂપિયા ર૪૦ અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. તેમજ ભાયાવદરના પો. કો. મયુરભાઇ સોલંકીએ પડવલા ગામે રેઇડ કરી વરલીના આંકડા લેતા હાજી ઉમરભાઇ મથુપૌત્રા રહે. પડવલાને રોકડા રૂ. ર૩૦ અને વરલીન સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)