Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મગરભાઇ ફરી રહ્યા છે કચ્છમાં ..

કચ્છમાં આ વર્ષે રાજ્યભરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અને લગભગ તમામ જળાશયોમાં પૂરતાં પાણી ભરાઇ ચૂકયાં છે. ત્યારે લોકોની સાથે -સાથે મગર પણ જાણે ગેલમાં આવી ગયા હોય એમ ઠેર-ઠેર રસ્તા ઓળંગી રહ્યા છે. અને કેટલાં સ્થળોએ તો ઘરમાં પણ ઘૂસી રહ્યા છે. ભુજના નરનારાયણ નગર અને રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતેના બે રહેણાક મકાનોમાં વરસાદનાં પાણી સાથે મગર પણ ઘૂસી આવતાં આ વિસ્તારના લોકોમાં દોડધામ મચી ગઇ હતી. એવી જ રીતે ભૂજથી ૨૫ કિલોમીટર દૂર દેશલપર પાસેના વાંઢાય પાસે લોકોને મગરને રસ્તો ઓળંગીને તળાવની પાળ ચડીને તળાવમાં ખાબકતો જોવા મળતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મોજની રસ્તો ઓળંગતા મગરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

(11:44 am IST)