Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૧ કેસ

વઢવાણ,તા.૧ :  જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ  જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દરરોજ કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે વધુ ૨૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં.

જેમાં (૧) ધ્રાંગધ્રામાં ૯ ૦ વર્ષના પુરૂષ (૨) ભદ્રેશીમાં ૬૨ વર્ષના પુરૂષ (૩) ૮૦ ફુટ રોડ પર ૫૭ વર્ષના પુરૂષ (૪) લીંબડી ભીમનાથ સોસાયટીમાં ૫૨ વર્ષના પુરૂષ (૫) લખતરના મોરથલામાં ૬૦ વર્ષની મહિલા (૬) લખતરના મોરથલામાં ૫૦ વર્ષની મહીલા (૭) શહેરની અશોક સોસાયટીમાં ૫૦ વર્ષના પુરૂષ (૮) ગુગલીયાણામાં ૪૨ વર્ષની મહિલા (૯) જોરાવરનગર ૪૦ વર્ષના પુરૂષ (૧૦) શહેરના દાળમીલ રોડ પર ૩૦ વર્ષના યુવક (૧૧) થાનના દેવળીયામાં ૨૬ વર્ષની યુવતી (૧૨) લીંબડીના પાણશીણામાં ૨૪ વર્ષનો યુવક (૧૩) મુળીના ભેટમાં ૨૦ વર્ષની યુવતી (૧૪) ધ્રાંગધ્રા દેપાળા ચોરાપાસે ૫૧ વર્ષના પુરૂષ (૧૫) ધ્રાંગધ્રા કાશીવિશ્વનાથ નગરમાં ૨૮ વર્ષના યુવક (૧૬) ધ્રાંગધ્રા નરશીપરામાં ૬૦ વર્ષના પુરૂષ (૧૭) ધ્રાંગધ્રા તલાવ શેરીમાં ૫૬ વર્ષના પુરૂષ (૧૮) ધ્રાંગધ્રા નરશીપરામાં ૫૮ વર્ષની મહિલા (૧૯) ધ્રાંગધ્રા સોની તલાવડીમાં ૪૨ વર્ષની મહિલા અને અન્ય બે વ્યકિતઓ સહિત કુલ ૨૧ વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

જે તમામને સારવાર આપવામાં આવી રહી છે જયારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૧૩૧૪ ઉપર પહોંચ્યો હતો.

(11:45 am IST)