Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

૧૦ વર્ષે મુંજીયાસર ડેમ ઓવરફલો થવાની સાથે ચેકડેમો પણ છલકાઇ ગયાઃ બગસરામાં નદીના પાણી ફરી વળ્યા

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૧: બગસરામાં અતિ વરસાદના કારણે સાતલડી નદીમાં ઘોડાપુર આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નદી પરા વિસ્તારમાં ઘરોમાં તથા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તેમજ મુંજિયાસર ડેમ ત્રણ ફૂટ ઓવરફ્લો થતા આસપાસના ગામો લુંદ્યીયા ઝાંઝરીયા સાપર સુડાવડ હામાપુર સહિતના ગામોના રસ્તા બંધ થયા હતા. મેઇન બજારોમાં પાણી ઘૂસી ગયા હતા ૧૦ વર્ષ બાદ મુંજિયાસર ડેમ ઓવરફલો થતા આસપાસના ચેક ડેમો છલકાઈ ગયા હતા તેમજ મુંજિયાસર ડેમનો રસ્તો ધોવાઈ ગયો હતો તે રસ્તા પર અવરજવર કરવા ખેડૂતો સંપર્ક વિહોણા થઇ ગયા હતા નદી પરા પાસેની તમામ દુકાનોમાં માલસામાનને નુકસાની થઈ હતી, સમજ નદી વિસ્તાર પાસે આવેલ વોરાના મસ્જિદ પાસે વધુ પુર આવતા જૂની પોસ્ટ ઓફિસ પાસે પાણી ચડી ગયા હતા તેમજ આસપાસના ખેતરોમાં વાડીઓમાં ખેતીમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે મામલતદાર તથા પોલીસ નગરપાલિકાની ટીમો સતત એલર્ટ રહી હતી નદી પરા વિસ્તારમાં કડકડ સુધી પાણી રાત્રી દરમિયાન હતા આખી રાત લોકો એ જાગીને પસાર કરી હતી.

(11:45 am IST)