Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોમાં ચિંતા

ચોટીલા, ચુડામાં ૦ાા ઇંચ વરસાદ

વઢવાણ,તા. ૧: સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી સાર્વત્રિક વરસાદ નોંધાતાં જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જયારે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાની પહોંચવાની ભીતી સેવાતા ફરી ખેડુતોમાં ચીંતાની લાગણી જોવા મળી હતી. જયારે બીજે દિવસે પણ જિલ્લામાં મેદ્યમહેર યથાવત જોવા મળી હતી અને સવારથી સાંજ સુધી ઝરમરથી લઈ જોરદાર વરસાદી ઝપટાં નોંધાયા હતાં.

જેમાં તા.૩૦ ઓગષ્ટ સાંજના ૬-૦૦ વાગ્યાથી બીજે દિવસે સવારના ૬-૦૦ વાગ્યા સુધી એટલે કે બાર કલાક દરમ્યાન ચોટીલા તાલુકામાં-૧૬ મીમી, ચુડામાં-૧૨ મીમી, દસાડા તાલુકામાં-૦૪ મીમી, ધ્રાંગધ્રા તાલુકામાં-૦૨ મીમી, લખતરમાં-૦૧ મીમી, લીંબડી તાલુકામાં ૦૪-મીમી, મુળીમાં-૧૫ મીમી, સાયલા તાલુકામાં-૦૬ મીમી, થાન-૦૯ મીમી, વઢવાણ તાલુકામાં-૦૫ મીમીઙ્ગ વરસાદ નોંધાયો હતો.

(11:46 am IST)