Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારાપરા ગામનો પરિવાર મૂર્તિ વિસર્જન કરી પરત ફરતા અકસ્માત : ૧૦ને ઇજા

ભાવનગર,તા.૧:તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ભારાપરા ગામના દસ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં લોકોના ટોળા ઉમટ્યા હતા.ઇજાગ્રસ્ત બોલેરો જીપમાં બેસી સિદ્ઘનાથ ગણપતિદાદાની મૂર્તિ વિસર્જન કરવા ગયા હતા. પરત ફરતી વખતે બોલેરો મથાવડાઙ્ગ નજીક પલ્ટી મારી ગયો હતો.

જેને લઈ કુડેચા પરિવાર ના મંગુબેન પ્રવીણભાઈ,રાહુલ રમેશભાઈ, માયા પ્રવીણભાઈ,પાયલ પ્રવીણભાઈ,સગીતાબેન હિંમતભાઈ,રમાબેન કાંતિભાઈ,કાંતિભાઈ વનાભાઈ,હંસાબેન મનસુખભાઇ, તથા પરમાર અસ્મિતાબેન રઘુભાઈ, રવિ રઘુભાઈને નાની મોટી ઈજાઓ થતા વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.

સરતાનપર(બંદર)ના બે યુવકોને શંકાસ્પદ હાલતે પકડતી અલંગ મરીન પોલીસ

અલંગ મરીન પોલીસ મથકનો ચાર્જ પો.સ.ઇ વાઘીયા એ સંભાળ્યા બાદ તેઓએ ક્રાઈમને અટકાવવા ઝીણી ઝીણી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મરીન પોલીસ વિસ્તારમાં લાકડી લઈ ફરતા લોકોને પણ હથીયાર બંધી જાહેરનામા ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી,લોકઅપ માં પુરવા નું શરૂ કરયુ. બે દિવસ માં ત્રણેક ઈસમ વિરૂદ્ઘ કાર્યવાહી કરી હતી.

ગઈકાલ રાત્રે અલંગ પ્લોટ નં ૮૮ સામે શનકાસ્પદ હાલતે આંટા મારતા સરતાનપર બંદરના બે ઈસમો ભીમા ગોરધન જાદવ ઉવ.૨૦, સંતોષ વિનુભાઈ જાદવ ઉવ.૨૦ ની પૂછપરછ હાથધરી હતી.બંને ઈસમો સંતોષ કારક જવાબ ન આપી શકયા હોય અને ચોરી કરવાના ઇરાદે ફરતા હોવાની શંકા જતા બંનેને લોકઅપમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)