Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

જુનાગઢમાંથી પ્રશાંત કૂમલીયા ૩૬ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

પોલીસના દરોડામાં ત્રણ પેટી વ્હીસ્કીની બોટલો મળી આવી

જુનાગઢ, તા.૧: જુનાગઢમાં પોલીસના દરોડામાં ત્રણ પેટી (૩૬ નંગ) અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પ્રશાંત કૂમલીયા નામના આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાશમશેટ્ટીનાઓએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર બદીને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી ડીવી.પો.સ્ટે. વીસ્તારમાં ગુનાહીત પ્રવૃતીઓ નેસ્ત નાબુદ કરવા બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આર.બી.સોલંકીની સુચના મુજબ પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ પૃથ્વીરાજસીહ જયવંતસીહ ને મળેલ બાતમી હકિકત આધારે જુનાગઢ જાંજરડા રોડ જીવનધારા-ર બ્લોક નં-૮૯ મા રહેતો પ્રશાંત પ્રવિણભાઇ કૂમકીયાના રહેણાંક મકાને રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પેટી નંગ-૩ બોટલો નંગ-૩૬ કિં.રૂ.૧૪,૪૦૦ મુદામાલ સાથે આરોપીને પકડી પો.હેડ.કોન્સ. પરેશભાઇ બી હુણ દ્વારા સરકાર તરફે ફરીયાદી બની, પ્રોહી એકટ મુજબ ગુન્હો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી પ્રશાંત પ્રવિણભાઇ કૂમલીયા (જાતે-દરજી ઉ.વ.-રપ ધંધો-મીસ્ત્રી કામ રહે-જીવનધારા-ર બ્લોક નં-૮૯ જુનાગઢ) પાસેથી મેકડોલ નં-૧ સૂપ્રીયર વ્હિસ્કી ૭૫૦ એમ ખેલ.ની બોટલો નંગ-૧ર કિં.રૂ.૪૮૦૦/, જોતા રોયલ સ્ટ્ઞ પ્રીમીયર વ્હિસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧ર કિ રૂ-૪૮૦૦/, કસીનો કલબ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૨ કિ રૂ-૪૮૦૦/નસ કિંમતની વિદેશી બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

આ કામગીરી પો.ઇન્સ.શ્રી આર.બી.સોલંકીની સુચના મુજબ ડી સ્ટાફ પો.સબ.ઇન્સ એ.કે-પરમાર, પો.હેડ.કોન્સ. પરેશભાઇ બી હુણ તથા પો.કોન્સ. પૃથ્વીરાજસીહ જયવંતસીહ રાયજાદા તથા ભગતસિંહ ભલાભાઇવાળા જોડાયા હતા.

(12:59 pm IST)