Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પોરબંદરની હરિરાયજી હવેલીના વહુજી મહારાજને કોરાનાની અસર નથી : ડાયાબીટીશ વધી જતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર બાદ વહુજી મહારાજને રજા અપાઇ છેઃ હવેલીના ર સેવકોના મૃત્યુ કોરાનાથી નહી પરંતુ અન્ય બીમારીથી થયેલ અને ૧પ દિવસથી રજા ઉપર હતાઃ હવેલીના અન્ય પાંચ સેવકોમાં એક સેવકને કોરાના છે : પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ધર્માચાર્ય ગૌ.શ્રી ૧૦૮ પૂ. હરિરાયજી મહારાજે : હવેલીના પ્રવકતા ભરતભાઇ અને જોષીભાઇ દ્વારા ખુલાસો જાહેર કર્યો

 (હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ધર્માચાર્ય ગૌશ્રી ૧૦૮ પુ. હરિરાયજી મહારાજશ્રી દ્વારા હવેલીના પ્રવકતા ભરતભાઇ અને જોષીભાઇ દ્વારા ખુલાસો કરવામાં આવેલ છે કે પૂ. હરિરાયજીના વહુજી મહારાજને કોરાનાની અસર નથી અને વહુજી મહારાજનું ડાયાબીટીશ વધી જતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ અને સારવાર બાદ રજા આપવામાં આવી છ.ે

પૂ. હરિરાયજી મહારાજશ્રીએ જણાવેલ કે હવેલીના ર સેવકોના મૃત્યુ કોરાનાથી નહી પરંતુ અન્ય બીમારીથી મૃત્યુ થયેલ છે ર સેવકો ૧પ દિવસથી રજા ઉપર હતા હવેલીના અન્ય પાંચ સેવકોમાં એક સેવકને કોરાના છ.ે આ સેવકને પણ બે-ત્રણ દિવસમાં રજા અપાઇ તેવી સંભાવના છે.

પૂ. હરિરાયજી મહારાજશ્રીએ કહેલ કે હાલ એમ.જી.રોડ ઉપર ગોવિન્દ નિકેતન હવેલી બંધ કરવામાં આવેલ અને ઠાકોરજીને બારોબાર કુતિયાણાના વાડોત્રા ગામે હવેલીમાં તમામ સ્વરૂપ પધરાવેલ છે. તે પણ એક અઠવાડીયાની અંદર પૂનઃ ગોવિન્દ નિકેતન હવેલીમાં પધારવામાં આવશે. ભાટીયા બજારમાં મુળ સ્થળ ગોપીનાથજીની હવેલી ખંઢેર બની ગયેલ હોય અને હાલ મરામત કરાવવાનું મુશ્કેલ હોય તેથી ઠાકોરજીના વિવિધ સ્વરૂપ એમ.જી.રોડ ઉપર ગોવિન્દ નિકેતન (પુ. હરીરાયજી મહારાજની હવેલી)માં પધરાવવામાં આવેલ હતા.

(8:09 pm IST)